Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભારતમાં પ્રથમ કોવિડ-૧૯ ના દર્દીના બન્ને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ : હૈદરાબાદના ડોકટરોને સફળતા

નવી દિલ્હી તા. ૧૫ : હૈદરાબાદમાં ડોકટરોએ કોવિડ-૧૯ થી ઘેરાયેલા ૩૨ વર્ષીય દર્દી ઉપર દેશમાં પ્રથમ ડબલ ફેફસા ટ્રાન્સપ્લાન્ટમાં સફળતા મળી છે. દર્દી ફેફસાની ગંભીર સમસ્યા 'સરકોઇડોસીસ' થી પીડાતો હતો. જેના કારણે ફેફસાઓને ફાઇબ્રોસીસ થઇ ગયુ હતુ.

 ડો. સદીપ અતાવરે કહયુ છે કે નસીબજોગે તેમના ફેફસાઓ કોલકતામાં એક બ્રેનડેડ જાહેર કરાયેલ વ્યકિત સાથે મેચ થઇ ગયા. તુરંત તેમને એરલીફટ કરી હૈદરાબાદ ખસેડવામાં આવ્યા અને આ રીતે બન્ને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી.

(3:10 pm IST)