Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ટીકટોકનો અમેરિકન બિઝનેસ ખરીદશે ઓરેકલ

નવી દિલ્હી,તા.૧૫ : ચીની કંપની બાયડાન્સના શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિકટોકના અમેરિકાના બીઝનેશને ટુંક સમયમાં નવો ભાગીદાર મળી શકે છે. બાયડાંસે ટિકટોકના અમેરિકાના ઓપરેશનના સંચાલન માટે કલાઉડ કંપની ઓરેકલને સીલેકટ કરી છે. બાયડાન્સે માઇક્રોસોફટની ઓફરને ફગાવી દીધી છે. તો બાયડાન્સે ઓરેકલ સાથે ભાગીદારના સમાચારોનું પણ ખંડન કર્યુ છે. બાયડાન્સે ટિકટોકને ચલાવવા માટે ટેકનીકલ પાર્ટનર તીરકે જ ઓરકલને સીલેકટ કરી છે. જોકે ઓરેકલને ટીકટોકની ભાગીદારી મળવા બાબતે શંકા છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે આ વેચાણથી અલગ પ્રક્રિયા છે અને ઓરેકલ ટીકટોકના અમેરિકા ખાતેના બિઝનેસના સંચાલન માટે કલાઉડ ટેકનીક ઉપલબ્ધ કરાવશે. સુત્રોએ કરે છે કે ટીકટોકના અમેરિકન યુઝર્સનું ડેટા મેનેજમેન્ટ પણ ઓરકલ પાસે રહેશે. આ ઉપરાંત અમેરિકન ઇન્વેસ્ટર કંપની જનરલ એટલાંટીક અને સિકયોઆને પણ ટીકટોકમાં મોટી હિસ્સેદારી મળશે.

(3:09 pm IST)