Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

તુમને ના ગીના તો કયાં મોત ના હુઇ ? હા મગર દુઃખ હૈ સરકાર પે અસર ના હુઇ...

રાહુલ ગાંધીએ શ્રમિકોના મૃત્યુ પરના સરકારના જવાબ અંગે શાયરાના અંદાજમાં કર્યો કટાક્ષ

નવી દિલ્હી તા. ૧૫ : સંસદના મોનસૂન સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા એક જવાબને લઇને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહી છે. લોકડાઉનમાં કેટલા શ્રમિકોના મૃત્યું થયા, આ સવાલ પર સરકારે જણાવ્યું હતું કે તેમની પાસે આંકડા નથી.

હવે આ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યું થયા અને કેટલાની નોકરી ગઇ.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં શાયરીનો સહારો લીધો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે 'તુમને ના ગીના તો કયાં મોત ના હુઇ? હા મગર દુખ હે સરકાર પે અસર ના હુઇ, ઉનકા મરના દેખા જમાનેને, એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઇ.'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રવાસી શ્રમિકોના મૃત્યુંને લઇને આકરા પ્રહાર કર્યાં છે. મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી શ્રમિકોના મૃત્યુ થયાં અને કેટલાની નોકરી ગઇ.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટ પછી જયારે દેશમાં લોકડાઉન લગાવામાં આવ્યું હતું, ત્યારે પ્રવાસી શ્રમિકોપર તેની ઘણી અસર થઇ હતી. લાખોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો દૂર રોડ પર હતા. આ દરમિયાન ઘણાના મૃત્યુંના સમાચાર સામે આવ્યાં હતા.આ મુદ્દા પર સોમવારે સંસંદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન હજારો શ્રમિકોના મૃત્યુ થયા છે, શુ સરકાર પર તેની પાસે કોઇ સત્તાવાર આકંડો છે. જેના પર સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે તેમની પાસે કોઇ આંકડો નથી.

(3:07 pm IST)