Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કૂતરાની પૂંછડી વાંકીને વાંકીનો અર્થ સ્પષ્ટ થયો : કંગનાનો પક્ષ લેનારનું મોઢું કાળુ થયું : પ્રતાપ સરનાઇક

શિવસેના નેતાનું કંગના ઉપર વિવાદીત નિવેદન

મુંબઇ,તા.૧૫: બોલીવુડ અભિનેત્રી કંગના અને શિવસેના વચ્ચે ચાલી રહેલ વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો. કંગના મુંબઇથી મનાલી પરત ફરી છે. ચંદીગઢ પહોંચતાની સાથે જ કંગનાએ શીવસેના ઉપર ફરી નિશાન સાધ્યું હતું.

જેના જવાબમાં શિવસેના નેતા પ્રતાપ સરનાઇકે એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેણે કંગના માટે પુંછડી સીધી ન થવાની કહેવતનો આશરો લીધો હતો. તેમણે એ પણ જણાવેલ કે કંગનાએ પોતાના સમર્થકોનું મોઢુ કાળુ કર્યું છે.

મહારાષ્ટ્રના ઠાણાથી શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે કંગના ઉપર નિશાન સાધતા મરાઠીમાં ટ્વીટ કરેલ. ટ્વીટમાં જણાવ્યા મુજબ, 'જો કુતરાની પુછડી એક ટયુબમાં રાખી, તો તે વાંકીની વાંકી જ રહે છે. તેઓ અર્થ આજે સ્પષ્ટ થઇ ગયો છે. શિવસેનાને પરેશાનીમાં નાખનાર પાછલા અઠવાડીયે કંગનાનો પક્ષ લેનાર બધાનું મોઢું કાળુ થઇ ગયું છે.

ઉપરાંત સરનાઇકે કંગનાની વાય શ્રેણીની સુરક્ષા દેવા અંગે પણ નિશાન સાધતા જણાવેલ કે પહેલા કંગનાને સુરક્ષા આપી અને દાઉદ કહેશે તો તેને પણ સુરક્ષા આપી દેશે ? સરનાઇકના વિવાદીત નિવેદન બાદ મામલો વધવાની સંભાવના છે.

(3:06 pm IST)