Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દેશની અર્થવ્યવસ્થાને લાગશે ઝટકો : ADB બેંકે પણ GDPનો દર ઘટાડયો

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં ૯ ટકા જેટલા ઘટાડાનો અંદાજ

એશિયન ડેવલપમેંટ બેંક (ADB)એ ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૯ ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે. ADB તરફતી મંગળવારે જાહેર કરવામાં આવેલ એશિયાઇ વિકાસ પરિદ્રશ્ય (ADO)-૨૦૨૦ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે આર્થિક ગતિવિધિઓ ઘણી ખરાબ રીતે અસરકારક થઇ છે. તેની અસર ઉપભોકતા ધારણા પર પડી છે, જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં GDPમાં ૯ ટકા જેટલો ઘટાડો આવશે.

જો કે ADBનું અનુમાન છે કે આવતા વર્ષે ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ઉછાળો જોવા મળશે. ADBએ કહ્યું કે આવનજાવન તેમજ ધંધા-રોજગાર ખુલવાની સાથે આવતા નાણાંકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ઘિ દર આઠ ટકા રહેશે.

આ પહેલા સોમવારે S&P ગ્લોબલ રેટિંગ્સે પણ ૨૦૨૦-૨૧ માટે ભારતના વૃદ્ઘિદરનું અનુમાન ઘટાડીને નકારાત્મક ૯ ટકા કરી દીધું હતું. S&P ગ્લોબલ રેટિંગ્સ એશિયા-પ્રશાંતના અર્થશા સ્ત્રી વિશ્રુત રાણાએ કહ્યું કે, 'કોવિડ-૧૯ ના કેસ સતત વધવાના કારણે ખાનગી આર્થિક ગતિવિધીઓ રોકાઇ ગઇ છે.'

અમેરિકાની રેટિંગ એજન્સીએ કહ્યું કે, 'કોવિડ-૧૯ના વધતા કેસના કારણે ભારતમાં વ્યકિતગત ખર્ચ અને રોકાણ લાંબા સમય સુધી નીચેના સ્તર પર રહેશે. S&P ગ્લોબલ રેટિંગ્સનું અનુમાન છે કે ૩૧ માર્ચ, ૨૦૨૧ પુરૂ થનારા નાણાંકીય વર્ષમાં ભારતના GDPમાં ૯ ટકા ઘટાડો આવશે.'

રેટિંગ એજન્સીએ કહ્યું કે જયા સુધ વાયરસનું સંક્રમણ અટકતું નથી, ગ્રાહકો બહાર નીકળીને ખર્ચ કરવામાં સતર્કતા રાખશે તથા કંપનીઓ દબાણમાં રહેશે. ગત અઠવાડિયે બે અન્ય વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ અને ફિચે પણ ભારતના વૃદ્ઘિ દરનું અનુમાન ઘટાડ્યું હતું.

મૂડીઝે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં ૧૧.૫ ટકા તેમજ ફિચે ૧૦.૫ ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. જો કે, ગોલ્મેન સૈશનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૪.૮ ટકાનો ઘટાડો આવી શકે છે.

(3:06 pm IST)