Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કાશ્મીરમાં સીઝફાયર ઉલ્લંઘનનો ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટયો

ભારત - ચીન તણાવનો ફાયદો ઉઠાવી રહ્યું છે પાકિસ્તાન ? : રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે રાજ્યસભામાં રજૂ કર્યો જવાબ

નવી દિલ્હી તા. ૧૫ : ભારત અને ચીન સરહદ વચ્ચે સરહદે તકરાર દરમિયાન નવી દિલ્હીને એક વધુ મોરચા પાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પૂર્વી લદાખમાં ચીનની સાથે સૈન્ય અથડામણ વચ્ચે પાકીસ્તાને આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં સરહદપારથી રેકોર્ડ સંખ્યામાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

કેન્દ્રમાં સરકારે જણાવ્યું કે છેલ્લા આઠ મહિનામાં જમ્મુ કાશ્મીરની નજીક પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે છેલ્લા આઠ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘનની કુલ ૩૧૮૬ ઘટનાઓ થઇ. જે છેલા ૧૭ વર્ષોમાં સૌથી વધુ છે.

સંસદમાં રજૂ કરેલા હાલના આંકડાનો હવાલો આપીને રક્ષા રાજયમંત્રી શ્રી પદ નાઈકે રાજયસભામાં એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં કહ્યું કે આ ઉપરાંત એક જાન્યુઆરીથી ૩૧ ઓગસ્ટ વચ્ચે જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે સરહદપારથી ગોળીબારીની ૨૪૨ ઘટનાઓ થઇ છે. તેઓએ કહ્યું કે એક જાન્યુઆરીથી સાત સપ્ટેમ્બર વચ્ચે જમ્મુ ક્ષેત્રમાં એલઓસીની નજીક સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, અને કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સેનાના અધિકારીઓ મુજબ, પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરવા માટે પાકિસ્તાની સેનાએ સુરક્ષા કવચના રૂપે સરહદ પાર ગોળીબાર કર્યો છે.

(12:55 pm IST)