Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોંગ્રેસમાં ભારે ચર્ચાઃ તપાસની માંગ

રાહુલ ગાંધીએ ભાજપ નેતાના પુત્રની ભલામણ કરી

તિરુવનંતપુરમઃ કેરળના વાયનાડથી ચુંટાયેલા કોંગી સાંસદ શ્રી રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી હોય.  કેરળ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. 

કહેવાય છે કે રાહુલ ગાંધીના આ પગલાં પર કોંગ્રેસ પાર્ટી એ વાતની તપાસ કરવાની વાત કરી રહી છે કે રાહુલ ગાંધીએ કેવી રીતે એક ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે શા માટે ભલામણ કરી. કોંગ્રેસ પાર્ટીના નેતાએ આ વાત જણાવી. કોંગ્રેસ વિધાયક આઈસી બાલાકૃષ્ણને વાતચીતમાં કહ્યું કે પાર્ટીના કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે.

 કેન્દ્રીય વિદ્યાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે.અત્રે જણાવવાનું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ છે.

(12:53 pm IST)