Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભારતીય નૌકાસેનાના જહાજો અને સબમરીનની હિલચાલ ઉપર નજર રાખતો ગુજરાત સ્થિત પાકિસ્તાની એજન્ટ ઝડપાયો

પાકિસ્તાની જાસુસી તંત્ર આઇએસઆઇનું ભૂંડુ કારસ્તાનઃ મોટી જાસુસી ઝાળમાં ઝડપાયો ગુજરાતનો મુખ્ય આરોપી

કરાચીઃ પાકિસ્તાન જાસુસી તંત્ર આઇએસઆઇ માટે જાસુસી પ્રવૃતિઓમાં સંકળાયેલ તથા ગુજરાતના નિવાસી જીતેલી ઇમરાનની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) એ ધરપકડ કરી છે. સમગ્ર જાસુુસી ઝાળનો તે મુખ્ય આરોપી છે એનઆઇએ જણાવ્યું છે કે વિશેષ તપાસ ચાલી રહી છે.

પાકિસ્તાનમાં રહેલા જાસુસોએ ભારતમાં એજન્ટોની ભરતી કરી હતી અને આ આંતરરાષ્ટ્રીય જાસુસીનું રેકેટ ચલાવ્યુ છે જેમાં ભારતીય નૌકા સેનાના જહાજો અને સબમરીનની હિલચાલ થતા તેમના લોકેશનની સંવેદનશીલ અને અંત્યત ગુપ્ત માહિતીઓ એકત્ર કરી પાકિસ્તાનને પહોંચાડતા હતા આ ઉપરાંત અન્ય ડિફેન્સ માળખાઓની વિગતો પણ મેળવી આઇએસઆઇને પહોંચડાતા હોવાનું નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી જણાવે છે.

(12:01 pm IST)