Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સમલૈંગિક વિવાહને આપણો કાનુન-સમાજ આને મુલ્ય માન્યતા આપતા જ નથી

કેવી રીતે નક્કી થાય કે પતિ કોણ અને પત્ની કોણ ? સરકારે હાઇકોર્ટમાં સજાતીય લગ્નનો વિરોધ કર્યો

નવી દિલ્હી,તા.૧૫ : હિંદુ મેરેજ એકટ હેઠળ સમલંગકોના લગ્નનો કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આપણી કાનૂન પ્રણાલી, સમાજ અને સમલૈંગિક યુગલોની વચ્ચે વિવાહની માન્યતા આપતી નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કોર્ટે ધ્યાન રાખવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે ફકત સમલૈંગિકતાને ડિક્રિમિલાઇઝ જ કરી છે , તેનાથી વધારે કશુંય નહીં.  અરજીકર્તા સમલૈંગિકતાને લગ્નની કાનૂની માન્યતાની માંગ કરી શકે નહીં.

દિલ્હી હાઇકોર્ટમાં થયેલી અરજીમાં ૧૯૫૫ના હિન્દુ મેરેજ હેઠળ લગ્ન કરવા માટે સમલૈંગિક પુરૂષોને મંજૂરી આપવા માગણી કરવામાં આવી છે. ચાર એકિટવિસ્ટ દ્વારા સંયુકતપણે આ માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

અરજદારો વતી દલીલ કરાઇ છે કે હિન્દુ મેરેજ એકટમાં બે હિન્દુઓ વચ્ચે લગ્નની જોગવાઇ છે. તેમાં વિજાતીય પાત્રો કે સજાતીય પાત્રો એવો કોઇ ઉલ્લેખ નથી.

જોકે, તુષાર મહેતાએ કહ્યું હતું કે પોતાને કોઇ ચોક્કસ સુચના મળી નથી પરંતુ પોતે માત્ર એ કાનૂની જોગવાઇ તરફ ધ્યાન દોરી રહ્યા છે કે હિન્દુ મેરેજ એકટ સજાતીય લગ્નની મંજૂરી આપતો જ નથી. વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિમાં સજાતીય લગ્નનો કોઇ ખ્યાલ જ નથી.

અરજદારો વતી રાઘવ અવસ્થીએ કહ્યું હતુંક ેએ હિંદુ વિવાહ એકટની હેઠળ સમલૈંગિકોના લગ્નના રજીસ્ટ્રેશનની ઼માંગ કરી રહ્યા છે. કાનૂન એમ કહેતો નથી કે વિવાહ એક પુરૂષ અને એક મહિલાની વચ્ચે થવાના છે. તેમણે દેશમાં સમલૈંગિકતાને બિનગુન્હીત ગણાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં કેટલાંક અવતરણો પણ ટાંકયા હતા.

બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને પૂછયુ કે કોઈ સમલૈંગિક યુગલે વિવાહના રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે તો તેમણે ના કહી હતી. અવસ્થી કહ્યું કે હા, પરંતુ એ કોર્ટની સામે આવવા તૈયાર નથી. એટલા માટે જાહેરહિતની અરજી દાખલ કરી છે. આ મામલે વધુ સુનાવણી ૩૧ ઓકટોબરે થશે.

(11:44 am IST)