Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

હિન્દુઓને ખુશ કરવા મમતાનો પ્રયાસ

બ્રાહ્મણ, પૂજારીઓને દર મહિને રૂ.૧૦૦૦ સાથે નિઃશુલ્ક આવાસ આપશેઃ પ.બંગાળ સરકાર

કોલકતા,તા.૧૫: મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે મંદિરોમાં પ્રાર્થના કરનારા સનાતન ધર્મના અમારા બ્રાહ્મણ પૂજારીઓને વર્ષોથી કોઈ મદદ મળી નથી. આમાંથી એક વિભાગ ખરેખર ખૂબ જ નબળો છે અને તેઓએ ભૂતકાળમાં મને અપીલ કરી. તેથી, અમે નક્કી કર્યું છે કે તેમને દર મહિને ૧૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એક મોટી જાહેરાત કરી. મમતા બેનર્જીએ કહ્યું કે તેમની સરકાર દર મહિને એક હજાર રૂપિયા અને રાજયના ગરીબ બ્રાહ્મણ પૂજારીઓને મફત આવાસ આપશે. બ્રાહ્મણો માટે આ જાહેરાત એ જાહેરાતના ૮ મહિના પછી આવી હતી જેમાં મમતા સરકારે રાજયના ઈમામો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું, સનાતન ધર્મના અમારા બ્રાહ્મણ પૂજારી જે મંદિરોમાં પ્રાર્થના કરે છે, તેમને વર્ષોથી કોઈ મદદ મળી નથી. આમાંથી એક વિભાગ ખરેખર ખૂબ જ નબળો છે અને તેઓએ ભૂતકાળમાં મને અપીલ કરી. તેથી, અમે નિર્ણય લીધો છે કે તેમને દર મહિને ૧૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મમતા બેનર્જીએ રાજય સચિવાલયમાં આની જાહેરાત કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી પાસે આવા ૮,૦૦૦ લોકોની સૂચિ છે. બંગલા હાઉસિંગ યોજના હેઠળ અમે આવા લોકોના મકાનો બનાવવામાં પણ મદદ કરીશું. મુખ્યમંત્રીએ તેમના અધિકારીઓને આગામી મહિને દુર્ગાપૂજા પર બ્રાહ્મણો માટે આ સુવિધા સુનિશ્યિત કરવા સુચના આપી હતી. તેમણે કહ્યું, તેને બીજા કોઈ પણ રૂપમાં જોવું જોઈએ નહીં. અમે દરેક ધર્મના લોકોને મદદ કરવા માંગીએ છીએ. મમતા બેનર્જીએ એ પણ સ્પષ્ટ કર્યું કે વકફ બોર્ડે રાજયના ઈમામોને આર્થિક સહાય આપી હતી કારણ કે તેમની પણ સમાજમાં મોટી ભૂમિકા છે.

તમને જણાવી દઈએ કે, ૨૦૧૨ માં ટીએમસીની સરકાર બન્યા પછી તરત જ મમતા બેનર્જીએ દ્યોષણા કરી હતી કે રાજયના ઈમામોને ૨૫૦૦ રૂપિયા અને મુઆઝિનને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. વિરોધી પક્ષોએ મમતાની જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો હતો, ખાસ કરીને ભાજપે તેનો સખત વિરોધ કર્યો હતો. બીજેપીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે કામ કરી રહી છે.

સોમવારે આ અંગે સ્પષ્ટતા કરતી વખતે મમતા બેનર્જીએ કહ્યું હતું કે વકફ બોર્ડ ઇમામઓને પૈસા આપે છે. ઘણા લોકો પૂછે છે કે વકફ બોર્ડ આ રકમ કેમ આપે છે. વકફ બોર્ડ વિકાસ માટે તેના વિકાસ ભંડોળનો ઉપયોગ કરે છે, તે તેમની ફરજ છે પરંતુ હિન્દુઓનું એવું બોર્ડ નથી.

(11:43 am IST)