Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોના મહામારીના કારણે દેશના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં 16.56 ટકાનું ગાબડું

કન્ટેનર્સ, કોલસો અને પેટ્રોલિયમ કાર્ગોમાં 4.86 કરોડ ટનનો ઘટાડો નોંધાયો

નવી દિલ્હી :કોરોના મહામારીના કારણે દેશના બંદરો ઉપર કામકાજમાં ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન પોર્ટ એસો,ના આંકડા મુજબ દેશમાં ગતવર્ષની સરખામણીએ બંદરોના વેપારમાં ૧૬.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગતવર્ષના ૨૯.૩૬૭ કરોડ ટન લોડિંગ - અનલોડિંગ સામે ચાલુ વર્ષે માત્ર ૨૪.૫૦૪ કરોડ ટન માલસમાનની હેરફેર કરાઈ છે

   ભારતમાં મહત્તમ ૬૧ ટકા આયાત- નિકાસ દીનદયાલ પોર્ટ કંડલા, મુંબઈ , જેએનપીટી , મોર્મુગાવ,ન્યુ મંગલુરુ, કોચ્ચી,ચેન્નઈ,કામરાજાર,વી ઓ ચિદમ્બરનાર, વિશાખાપટનમ, પ્રદીપ અને કોલકાતા આ ૧૨ પોર્ટ મારફતે કરાય છે. નાણાકીય વર્ષ 2019-20 આ બંદરોએ કુલ 70.5 કરોડ ટન કાર્ગો હેન્ડલ કર્યું હતું.કોરોના મહામારી દરમ્યાન કન્ટેનર્સ , કોલસો અને પેટ્રોલિયમ કાર્ગોમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

   સૌથી વધુ અસર ચેન્નઈ, કોચ્ચી અને કામરાજાર પોર્ટ ઉપર દેખાઈ રહી છે જ્યાંનો વેપાર ૩૦ ટકા સુધી ઘટ્યો છે જેએનપીટી , કોલકાતા અને મુંબઈના વેપારમાં પણ ૨૦ રક સુધી નકારાત્મક અસર જોવા મળી છે. કેન્દ્ર સરકાર સંચાલિત આ તમામ પોર્ટની નબળી પડતી હાલત અર્થતંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે

(11:41 am IST)