Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોટર સાયકલમાં મુસાફરી માટે આવી ગઇ છે નવી ગાઇડલાઇનઃ ભંગ કર્યો તો બધુ હશે તો પણ પોલીસ ફાડશે મેમો

બાઇકની બંને બાજુ ડ્રાઇવિંગ સીટની પાછળ હેન્ડ હોલ્ડ લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે : બાઇકના પાછળના ભાગમાં બંને તરફ ફુટ્રેજને પણ અનિવાર્ય કરવામાં આવ્યા છે

નવી દિલ્હી,તા.૧૫: મોટર સાયકલમાં મુસાફરી માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. તે મુજબ બાઇકની બંને બાજુ ડ્રાઇવિંગ સીટની પાછળ હેન્ડ હોલ્ડ લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે જેથી કરીને વાહનની પાછળ બેસવા વાળાની સુરક્ષા અને સલામતીમાં વધારો થયો છે. આ ઉપરાંત બાઇકના પાછળના ભાગમાં બંને તરફ ફુટ્રેજને પણ અનિવાર્ય કરવામાં આવ્યા છે. ગાઇડલાઇન મુજબ બાઇકની પાછળના વ્હિલની ડાબી બાજુ કમસે કેમ અડધો ભાગ સુરક્ષિત કવર થયેલો હોવો જરુરી છે.

આથી મોટર સાયકલની પાછળ બેસનારના કપડા પૈડામાં ફસાઇ જવાનું જોખમ ઓછું કરી શકાય છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે બાઇકમાં ઓછા વજનવાળું કન્ટેનર લગાવવાની પણ વાત કરી છે જે કન્ટેનર ૫૫૦ મીમી લંબાઇ ૫૧૦ મીમી પહોળું અને ૫૦૦ મીમીથી વધારે હોવું જોઇએ નહી. જો આ કન્ટેનર બાઇકની પાછળની સીટના સ્થાને બનાવવામાં આવશે તો પછી બાઇકમાં બીજી વ્યકિત બેસી શકશે નહી. એક માહિતી મુજબ ભારતમાં કુલ ૨૮ કરોડથી પણ વધુ ટુ વ્હિલર છે. દર વર્ષે ૧.૫૦ કરોડથી વધુ ટુ વ્હિલર ઉમેરાય છે, નાના અને મધ્યમ સ્થળનું અંતર કાપવા માટે મધ્યમવર્ગના લોકો બાઇક પર સફર કરે છે.ખાસ કરીને બાઇકમાં બે કે તેથી વધુ લોકો મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માતનું જોખમ વધી જાય છે આથી આ નવી ગાઇડલાઇન જાણવી જરુરી છે.

સરકાર વધતા જતા માર્ગ અકસ્માતના આંકડાઓનો ડેટા બેઝ તૈયાર કરી રહી છે. તેના માટે એકિકૃત સડક માર્ગ દુર્દ્યટના ડેટાબેસ પરિયોજના (આઇઆરડી) અને તેને લગતી એપ તૈયાર કરવાની પ્રક્રિયા પણ ચાલું છે. આઇઆરડી એપને સંબંધિત રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની કામ લાગે એવી રીતે વિકસિત કરવામાં આવી છે અને જેમ જરુર લાગશે તેમ તેમાં ફેરફાર પણ કરવામાં આવશે.સડક પરીવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એકીકૃત સડક દુર્ઘટના ડેટા બેઝ પરિયોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવશે એટલું જ નહી શરુઆતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ અને તમિલનાડુમાં લાગું પાડવામાં આવશે.

(11:41 am IST)