Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ કહે છે....

વાણી સ્વાતંત્ર્ય ઉપર અંકુશ મૂકવા રાજદ્રોહની તાકાતનો ઉપયોગ કરી રહ્યા છે રાજયો

નવી દિલ્હી તા. ૧પ : સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ મદન લોકુરે સોમવારે કહ્યું કે પ્રજાના મત પર પ્રતિક્રિયાના રૂપમાં સરકાર વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ લગાવવા માટે રાજદ્રોહ કાયદાનો સહારો લઇ રહી છે. લોકુરે બોલવાની આઝાદી અને ન્યાય પાલિકા વિષય પર એક વેબિનારને સંબોધિત કરતા પોતાના વિચારો વ્યકત કર્યા હતા.

તેમણે કહ્યું ''બોલવાની આઝાદીને કચડવા માટે સરકાર લોકો પર ખોટા સમાચારો ફેલાવવાના આરોપ લગાવવાની રીત પણ અપનાવી રહી છે કોરોના વાયરસના કેસ  અનેતેના માટેના વેન્ટીલેટરોની અછત જેવા મુદ્દાઓનું રિપોટીંગ કરનારા પત્રકારો પર ખોટા સમાચારની જોગવાઇ હેઠળ આરોપી લગાવવામાં આવે છે. સરકાર બોલવાની આઝાદી પર અંકુશ મુકવા માટે રાજદ્રોહ કાયદાનો પણ સહકારો લઇ રહી છે. લોકો પર રાજદ્રોહનો આરોપ મુકવાની સંખ્યા અચાનક જ વધી ગઇ છે.''

આ વેબિનારનું આયોજન કેમ્પેઇન ફોર જયુડિશ્યલ એકાઉન્ટેબીલીટી એન્ડ રિફોર્મસ અને સ્વરાજ અભિયાને કર્યૃં હતું વકીલ પ્રશાંત ભૂષણ વિરૂદ્ધ કોર્ટનો અનાદર બાબતે બોલતા તેમણે કહ્યું કે તેમના સ્ટેટમેન્ટોને ખોટી રીતે વાંચવામાં આવ્યા તેમણે ડોકટર કફીલ ખાનના કેસનો પણ દાખલો આપતા કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા કાનુન હેઠળ આરોપ મુકતા સમયે તેમના ભાષણ અનેનાગરિકતા સંશોધન કાનુન સામેના તેમના સ્ટેટમેન્ટ ખોટી રીતે વંચાયા હતા.

સીનીયર પત્રકાર એન.રામે કહ્યું કે પ્રશાંત ભૂષણના કેસમાં અપાયેલ સજા અર્થહીન છે. સુપ્રીમ કોર્ટના તારણોના કોઇ નકકર આધાર નથી તેમણે કહ્યું કે મારા મનમાં ન્યાયપાલિકા માટે બહુ સન્માન છે ન્યાય પાલિકાએ જ બંધારણમાં પ્રેસની આઝાદીને ધ્યાનમાં રાખી છે.

(11:38 am IST)