Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

પાંચ સૂત્રી સમજુતી પછી પણ સરહદે ટેન્શન યથાવત

નહિ સુધરે ચીન : હજુ નથી નીકળ્યો સીમા વિવાદનો હલ

નવી દિલ્હી તા. ૧૫ : પૂર્વ લદ્દાખમાં એલએસી પર આમને સામને વાલી બધી જગ્યાઓએ તણાવ ચરમ પર છે. ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે મોસ્કોમાં પાંચ સૂત્રી સંમતિના પાંચ દિવસ પછી પણ તણાવ ઓછો થવાનું નામ નથી લેતો. કૂટનીતિક અને સેના સ્તરની વાતચીતમાં પણ સમાધાન થતું નથી દેખાઇ રહ્યું.

સૂત્રો અનુસાર, ભારત અને ચીનની સેનાઓ એલએસી પર ગોઠવાયેલી છે. ભારતીય સેના ચીનની દરેક હરકત પર નજર રાખી રહી છે. જ્યાં સુધી જમીની સ્તર પર કોઇ સાર્થક પરિણામ નહી આવે ત્યાં સુધી સેના સુરક્ષામાં કોઇ ઢીલ મુકવા નથી માંગતી. સેનાઓના કોર કમાન્ડર સ્તરની વાતચીતથી પણ સીમા વિવાદનો કોઇ હલ નથી નિકળી શકયો. માનવામાં આવે છે કે આગામી કેટલાક દિવસો સુધી આ વાતચીત ચાલુ રહેશે. પાંચ સુત્રી સહમતિ હેઠળ સેનાઓને તાત્કાલિક પાછળ હટાવવી, સેનાઓ વચ્ચે નિશ્ચિત અંતર રાખવું, વાતચીત ચાલુ રાખવી, સરહદ અંગેના બધા પ્રોટોકોલ જાળવવા અને સમજૂતિનું પાલન કરવાનું હતું.

ભારતમાં ચીનના રાજદૂત સૂન વિડોન્ગે કહ્યું છે કે, બંને દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં પાંચ સૂત્રી સહમતિ અત્યંત પ્રાસંગિક છે. અગ્રિમ મોરચાની સેનાઓને ઝડપથી પાછી હટાવવી જોઇએ. બંને દેશોની રાજનીતિક ઇચ્છાશકિત પણ આવું જ ઇચ્છે છે. આપણે આપસી વિશ્વાસની જરૂર છે. શંકાની નહીં તેમણે કહ્યું કે, બંને પણ જલ્દી વર્તમાન સમસ્યાઓનું સમાધાન શોધી લેશે. ચીન પણ ઇચ્છે છે કે બંને પક્ષના અગ્રિમ મોરચે તૈનાત સૈનિકોમાં આપસી સંવાદ થાય જેથી ખાસ મુદ્દાઓને સુલઝાવી શકાય.

(11:37 am IST)