Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

તમારા વાહનની નંબર પ્લેટ ચેક ન કરી હોય તો ચેક કરી લેજો

સાવધાન... જો નંબર પ્લેટમાં છેડછાડ કરી તો હવે IPC એકટ હેઠળ નોંધાશે ગુનો

નંબર પ્લેટમાં છેડછાડ ગુનો, ટેમ્પરીંગ ભારે પડશે : બીનજામીન પાત્ર ગુનો નોંધાય તેવી કાર્યવાહીને લઈને ટ્રાફિક પોલીસ એકશનમા : ઈ મેમો દ્વારા હવે હેલ્મેટના પણ દંડ મળશે

નવી દિલ્હી,તા.૧૫: પાસા એકટની જોગવાઈઓમાં પરિવર્તન, ગુંડા એકટનું અમલીકરણ બાદ હવે સરકાર મોટર વેહિકલ એકટની અંદર પણ સુધારણા કરી ફોજધારી ગુનામાં સમાવેશ કરાશે. વાહન ચાલકોએ જો હવે પોતાના વાહનની નંબર પ્લેટ વાળેલી હશે કે તેમાં કોઈ ચેડાં કરેલા હશે તો ચેતી જજો. હવે પોલીસ વાહન ચાલક વિરુદ્ઘ ગુનો પણ નોંધાઈ શકે છે. અને આ ગુનો આઇપીસીની સેકશનો મુજબ નોંધાશે અને ધરપકડ પણ થશે.

દિવસે ને દિવસે શહેરની વસ્તી વધી રહી છે, આ સાથે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે વાહન ચાલકો પણ જાણે કે કાયદાને દ્યોળીને પી ગયા હોય તેમ બેફામપણે ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહયા છે.  વાહન ચાલકોને નિયમનુ ભાન કરાવવા હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ઈ મેમોથી બચવા માટે વાહન ચાલકો નંબર પ્લેટ સાથે છેડછાડ કરે છે. જેથી હવે પોલીસ વાહન ચાલકોને કાયદાનુ ભાન કરાવશે. વાહનના નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર વાહન ચાલક વિરૂધ્ધ હવે ફોજદારી ગુનો નોંધાશે. બીનજામીન પાત્ર ગુનો નોંધાય તેવી કાર્યવાહીને લઈને ટ્રાફિક પોલીસ એકશનમા આવી છે.

કાયદો અને વ્યવસ્થા કડક કરવાના ઈરાદા સાથે હવે સરકાર અને પોલીસ વિભાગ મેદાને ઉતરી ગઈ છે તેનું એક માત્ર કારણ એજ છે કે નાગરિકોમાં હજી પણ કાયદાનું ભાન નથી. જેથી સરકાર દ્વારા દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કડક બને તેની સાથે સાથે સુદ્રઢ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે,, આરટીઓની ણ્લ્ય્ભ્ નંબર પ્લેટ લગાવવાની સાથે જો તેમા છેડછાડ કરતા વાહન ચાલકો સરકાર સાથે છેંતરપીંડી કરી રહયા હોવાનો ગુનો નોંધાશે. આ ઉપરાંત ઈ મેમોને પોલીસ વધુ સક્રીય કર્યુ છે. જેથી લોકડાઉન બાદ વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવાનુ બંધ કરી દીધુ હતુ.  જેથી ઈ મેમો દ્રારા હવે હેલ્મેટના પણ દંડ મળશે.

ટ્રાફિકના નિયમોનુ પાલન કરાવવા પોલીસે દંડ આપીને વાહન ડિટેઈન કરતી હતી. પરંતુ હવે તો વાહનના માલીકની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામા આવશે. કારણ કે ટ્રાફિકના નિયમનુ ઉંલ્લઘન હવે ફોજદારી ગુનો બનશે.

નંબર પ્લેટ પર ટેમ્પરીંગ પડશે ભારે

* વાહન માલિક વિરુદ્ઘ નોંધાઈ શકે છે ગુનો

* નંબર પ્લેટમાં છેડછાડ કરી તો IPC એકટ હેઠળ નોંધાશે ગુનો

* નંબર પ્લેટ વાળેલી રાખી તો દંડની સાથે ગુનો નોંધાશે.

* આરટીઓ માન્ય નંબર પ્લેટ જ વાહનમાં રાખવાનો આગ્રહ રાખવો

* નંબર પ્લેટ ઉપર કાદવ કે બીજું કશું ચોંટાડ્યું હશે તો પણ થશે ફરિયાદ

* બીનજામીન પાત્ર ગુનો નોંંધાય તેવી કાર્યવાહીને લઈને ટ્રાફિક પોલીસ એકશનમા

(11:10 am IST)