Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોનાનું રાક્ષસી સ્વરૂપઃ મોતનો આંકડો ૮૦,૦૦૦ ઉપર

દેશમાં કોરોના રોજેરોજ બિહામણો બનતો જાય છે : છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૮૦૯ નવા દર્દીઓ : ૧૦૫૪ના મોત : કુલ કેસ ૪૯૩૦૨૩૬ : એકટીવ કેસ ૯૯૦૦૬૧ : રિકવરી ૩૮૫૯૩૯૯ : મૃત્યુ ૮૦૭૭૬ : સરકાર કહે છે ડરવાની જરૂર નથી પરંતુ રોજેરોજ કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે : વેકસીન આવે ત્યાં સુધી લોકોએ સાવધાની રાખવાની જરૂર : મહારાષ્ટ્રમાં સૌથી વધુ સ્વસ્થ : મૃત્યુઆંક પણ ત્યાં વધીને ૨૯૮૯૪

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ૫૦ લાખની નજીક પહોંચી ગઇ છે. ૨૪ કલાકમાં કોરોનાના ૮૩૮૦૯ દર્દીઓ સામે આવ્યા છે અને આ દરમિયાન ૧૦૫૪ લોકોના મોત થયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૪૯૨૬૭૩૪ની થઇ છે. મરનાર લોકોની સંખ્યા પણ વધીને ૮૦ હજાર ઉપર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં ૮૦૮૨૭ લોકોને કોરોના ભરખી ગયો છે.

રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૩૮૫૬૧૫૭ લોકો કોરોના સંક્રમણથી સાજા પણ થયા છે. ગઇકાલે ૭૯૧૧૩ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આંધ્ર, તામિલનાડુ, યુપી, દિલ્હી, બિહાર, તેલંગાણાથી સારા સમાચાર આવ્યા છે. અહીં ૨૪ કલાકની અંદર સંક્રમિતોથી વધુ લોકો સાજા થયા છે. અત્યારે ૯૮૯૨૩૪ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

દેશમાં સ્વસ્થ દર્દીઓના મામલામાં મહારાષ્ટ્ર આગળ છે ત્યાં સૌથી વધુ લોકો સ્વસ્થ થયા છે. કુલ ૧૦૬૦૩૦૮ કેસ છે તેમાં ૭૪૦૦૬૧ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક વધીને ૨૯૮૯૪નો થયો છે. અહીં ૭૫૫૮૫૦ લોકો સાજા પણ થયા છે.

સરકાર એવું જણાવી રહી છે કે ડરવાની જરૂર નથી અને કોરોના કંટ્રોલમાં છે પરંતુ હજુ પણ વેકસીન આવે ત્યાં સુધી લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

(11:09 am IST)