Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાહુલ ગાંધીએ ભાજપના નેતાની મદદ કરતા કેરળ કોંગ્રેસમાં કકળાટ

કેરળ ભાજપ નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી : કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાયો : પાર્ટી નેતૃત્વ સામે મુદ્દો ઉઠાવશે

તિરુવનંતપુરમ:વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી. રાહુલ ગાંધીના આ પગલાંથી કેરળ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. રાહુલ ગાંધીના આ પગલાં પર કોંગ્રેસ પાર્ટી એ વાતની તપાસ કરવાની વાત કરી રહી છે કે રાહુલ ગાંધીએ કેવી રીતે એક ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી નાખી. કોંગ્રેસ પાર્ટીના નેતાએ આ વાત જણાવી. કોંગ્રેસ વિધાયક આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે પાર્ટીના કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે.

 કોંગ્રેસના ધારાસભ્ય આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે "જે રીતે ફરિયાદ સામે આવી છે, અમે યોગ્ય પગલું ભરીને તપાસ બેસાડી. તપાસ થઈ રહી છે કે આખરે આ કેવી રીતે બન્યું? તપાસ ખતમ થયા બાદ અમે આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સામે ઉઠાવીશું." કેન્દ્રીય વિદ્યાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે.

(10:29 am IST)