Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

યોગીએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલી નાખ્યું : હવેથી શિવાજીના નામથી ઓળખાશે

નવા ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોનું કોઇ સ્થાન નહીં : યોગી આદિત્યનાથ

 

આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ હશે. આગ્રા મંડળની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યૂઝિયમ હવે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વના ગેટપર બની રહેલા આ સંગ્રહાલય અંદાજિત 150 કરોડનો પ્રોજેક્ટ છે. યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને કાયમ રાખનારી છે.

મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં આ નિર્ણયની માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આગ્રામાં નિર્માણધીન મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોનું કોઇ સ્થાન નહીં. આપણા સૌના નાયક શિવાજી મહારાજ છે. જય હિન્દ, જય ભારત 

આ પહેલા ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો હતો કે રાજ્યના 11 શહીદોના નામ પર તેમના જિલ્લાના એક-એક રોડનું નામકરણ કરવામાં આવશે. આ વખતે લોક નિર્માણ વિભાગ તરફથી અધિસૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે. પ્રદેશના લોક નિર્માણ વિભાગ તરફથી જય હિંદ વીર પથ યોજનાનું એલાન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ માર્ગો પર શહીદોના સન્માનમાં મોટા અને આકર્ષક બોર્ડ લગાવવાના આદેશ કર્યા હતા

(1:03 am IST)