Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

NCB હવે સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહની કરશે પુછપરછ : સમન્સ મોકલશે

બંને અભિનેત્રીઓ સહિત ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાને સમન્સ મોકલશે

 

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સના કેસમાં રિયા ચક્રવર્તી ની ધરપકડ થઇ છે.હેવાલ મુજબ રિયાએ NCBની પૂછપરછમાં લગભગ 25 જેટલી બોલીવુડ હસ્તીઓનાં નામ આપ્યા છે, જેમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત તથા સિમોન ખંભાતા નામની એક ડિઝાઇનરનો સમાવેશ થાય છે.

 NCB હવે મંગળવારે બંને અભિનેત્રીઓ સહિત ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાને સમન્સ મોકલશે. એવું માનવામાં આવે છે કે અઠવાડિયાના અંત સુધીમાં, દરેકને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. સમાચાર આવી રહ્યા છે કે રિયા તેની માતાના ફોનથી ડ્રગ પેડલર સાથે વાત કરતી હતી.

NCBના દરોડા સમયે રિયાના ઘરેથી એક લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તેના ડેટાથી કેટલાક વોટ્સએપ ગૃપની જાણ થઇ હતી, જેમાં કથિત રીતે ડ્રગ્સ વિશે વાત કરવામાં આવી હતી.

રિયાએ NCBને આપેલા નિવેદનમાં સુશાંત માટે ડ્રગ્સ ખરીદવામાં તેની ભૂમિકા અને નાણાકીય બાબતોને સ્વીકારી લીધી હતી. સૂત્રોએ અગાઉ દાવો કર્યો હતો કે NCBની પૂછપરછ દરમિયાન રિયાએ કેટલાક બોલીવુડ હસ્તીઓનાં નામ જાહેર કર્યા હતા જે ડ્રગનું સેવન કરે છે અને ખરીદી કરે છે. રિયાએ જણાવ્યું કે બોલિવૂડની મોટી હસ્તીઓ સુશાંતના લોનાવાલાના ફાર્મ હાઉસમાં આવતી હતી

(11:12 pm IST)