Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની ભરતી કરશે

નવા કર્મચારી ઓર્ડરની પેકિંગ, ડિલીવરી અથવા તેમને ડ્રિસ્ટ્રીબ્યૂટ કરવાનું કરશે કામ

ન્યૂયોર્ક: ઓનલાઇન ઓર્ડરોમાં તેજી વચ્ચે ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે નવી નિયુક્તિઓ અસ્થાઇ અને સ્થાયી બંને પ્રકારના પદો પર કરવામાં આવશે. આ નવા કર્મચારી ઓર્ડરની પેકિંગ, ડિલીવરી અથવા તેમને ડ્રિસ્ટ્રીબ્યૂટ કરવાનું કામ કરશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિમણૂંક રજાઓમાં કરવામાં આવનાર ભરતીની માફક નહી હોય.

 

સિએટલની ઓનલાઇન કંપનીનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે. એપ્રિલ અને જૂન દરમિયાન કંપનીએ રેકોર્ડબ્રેક નફો અને આવક નોંધાવી છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકો કરિયાના અને અન્ય સામાન ઓનલાઇન ખરીદવાનું પસંદ કરી રહ્યાહતા 

ઓર્ડરોને પુરો કરવા માટે કંપની પહેલાં આ વર્ષે 1,75,000 લોકોની નિયુક્તિ કરવાની હતી. ગત અઠવાડિયે કંપનીએ કહ્યું હતું કે તેની પાસે 33,000 કોર્પોરેટ અને ટેક્નિકલ નોકરીઓ છે, જેના પર તેને નિયુક્તિઓ કરવાની છે. કંપનીએ કહ્યું કે હવે તેને 100 નવા ગોડાઉન, પેકેજ ડ્રિસ્ટ્રીબ્યૂશન કેન્દ્રો અને અન્ય સ્થળો પર નવા લોકોની જરૂર છે.

(12:00 am IST)