Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે લડાકુ વિમાન ક્રેશઃ વાયુસેનાના અધ્યક્ષનું નિવેદન

પાયલોટ સોશિયલ મીડિયાના ઉપયોગમાં વ્યસ્ત હોવાના કારણે તેની ઉંદ્ય પુરી થઈ ન હોતી

નવી દિલ્હી, તા.૧૫: છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય વાયુસેનાના લાડાકુ વિમાન ક્રેશ થયા અંગે વાયુસેના અધ્યક્ષ બી.એસ. ધનોઆએ ચોકાવનારુ નિવેદન આપ્યુ છે. બી.એસ. ધનોઆએ કહ્યુ કે, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે ૨૦૧૩માં લડાકુ વિમાન ક્રેશ થયા છે.

બેંગાલુરૂમાં આયોજિત એક કાર્યક્રમમાં ધનોઆએ કહ્યુ કે, વિમાનનો પાયલોટ સોશિયલ મીડિયાના ઉપયોગમાં વ્યસ્ત હોવાના કારણે તેની ઉંદ્ય પુરી થઈ ન હોતી.જેથી ૨૦૧૩માં વાયુસેનાનું વિમાન ક્રેશ થયુ હતું. રાત્રી દરમ્યાન વાયુસેનાના પાયલોટ સોશિયલ મીડિયાના ઉપયોગમાં વ્યસ્ત હોવાના કારણે પુરી ઊંઘ લઈ શકતા નથી. ધનોઆએ આ મામલે સમસ્યાનું સમાધાન શોધવા માટે પણ અપીલ કરી છે.(૨૨.૨૧)

(3:20 pm IST)