Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઇફેકટ ૩૭૭ : લગ્નના એક દિવસ પહેલા દુલ્હનને છોડી છોકરા સાથે ભાગ્યો દુલ્હો

૨૫ વર્ષીય યુવકની સગાઇ બે વર્ષ પહેલા પંજાબના મુબારકપુરની છોકરી સાથે થઇ હતી

ગુરૂગ્રામ તા. ૧૪ : હરિયાણાના યમુનાનગરમાં એક ચોકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંયા એક દુલ્હો પોતાના લગ્નના એક દિવસ પહેલાં અચાનક લાપત્તા થઈ ગયો. જયારે પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી તો દુલ્હો સમલૈંગિક સંબંધ ધરાવતો હોવાનો ખુલાસો થયો. પ્રાપ્ત માહિતી અનુસાર યમુનાનગરના કાંસાપુર રોડ સ્થિત કોલોનીમાં રહેતો ૨૫ વર્ષીય યુવકની સગાઈ બે વર્ષ પહેલાં પંજાબના મુબારકપુરની છોકરી સાથે થઈ હતી. 

આ ૧૧ સપ્ટેમ્બરે આ યુવકના લગ્ન હતા.પરંતુ લગ્નના એક દિવસ પહેલા મહિલા સંગીત વાળા દિવસે દુલ્હો પોતાના નાબાલિગ દોસ્ત સાથે લાપત્તા થઈ ગયો. દુલ્હાની માતાએ કહ્યું કે એના પુત્રના નાબાલિક દોસ્ત કેટલાક દિવસથી આ લગ્ન મુદ્દે નારાજગી વ્યકત કરી રહ્યો હતો. એક વખત ફોન પર લગ્ન ન કરવાની ધમકી આપી હતી.

 તપાસ દરમિયાન ખબર પડી કે બંને યુવકના પરિવારજનો કેટલાક મહિનાથી ચાલ-ચલન જોઈને અલગ કરવાની કોશિશ કરી રહ્યા હતા. દુલ્હાના નાબાલિક દોસ્તની માતાનું માનીએ તો ગત વર્ષે જ એમણે પોતાના પુત્રને પરિવારથી બેદખલ કરી દીધો હતો. 

એમણે જણાવ્યું કે, આ બંને કેટલાક મહિનાથી સાથે રહેતા હતા. જયારે એ નાબાલિક પુત્રને ધમકાવતી હતી, તો એ કહેતા કે તમારે પણ બહેનપણી છે.

યમુનાનગરના પોલીસ અધિકારી નરેન્દ્ર રાણાએ જણાવ્યું કે, પોલીસે બંનેના ફોન સર્વલાન્સ પર મૂકયા છે, જેથી એમનું લોકેશન ટ્રેસ કરી શકાય.

પ્રારંભિક તપાસમાં આ મામલો સમલૈંગિક સંબંધનો હોવાની શકયતા છે. પોલીસની તપાસ ચાલું છે.(૨૧.૪)

 

(9:33 am IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST