Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

હવે કોરોનાથી મળશે આઝાદી દેશની રસીનો પહેલો તબક્કો સફળ

નવી દિલ્હી : ૧૪માં સ્વાતંત્ર્ય દિવસના અવસરે દેશે કોરોનાથી આઝાદી મેળવવાની દિશામાં મોટું પગલું આગળ વધાર્યું છે. ભારત બાયોટેક અને આઈસી એમ આર દ્વારા બનાવાઈ રહેલ કોવીડ-૧૯ની સ્વદેશી રસીમાં પહેલા તબક્કાના કલીનીકલ ટ્રાયલને સફળતા મળી છે. આ રસી સંપૂર્ણ પણે સુરક્ષિત છે.

આ રસીનું દેશના ૧૨ શહેરોના ૩૭૫ વોલંટીયર્સ પર પરિક્ષણ કરવામાં આવ્યું. દરેક વોલંટીયરને રસીના બે ડોઝ આપવામાં આવ્યા. પીજી આઈ રોહતક (હરિયાણા)માં પરિક્ષણના ટીમ લીડર અને મુખ્ય શોધકર્તા ડોકટર પણ વોલંટીયર્સને આ રસી આપી છે તેમાંથી ઉમેરો કોઈને અપાઈ રહ્યો છે. તેમના બ્લડ સેમ્પલની તપાસથી ઈમ્યુનોજેનેસ્ટીનું પરિક્ષણ કરવામાં આવશે.

રસીની દોડમાં સામેલ મુખ્ય રસીઓ

. ઓક્ષફર્ડ/એસ્ટ્રોજેનેકા દ્વારા તૈયાર થઈ રહેલ આ રસી બ્રિટનમાં બીજા તબક્કામાં છે. જ્યારે બ્રાઝીલ-દક્ષિણ આફ્રિકામાં તે ત્રીજા તબક્કામાં છે.

. મોડર્ના/એન આઈ એ આઈડી દ્વારા મેસેન્જર આર એન એ માંથી તૈયાર થઈ રહેલ આ રસી દુનિયાની પહેલી રસી છે તે બીજા તબક્કામાં છે. અને તેનું મોટા પાયે ઉત્પાદન શકય છે.

. સાઈનો વેકની આ રસી કોરોનાના નિષ્ક્રીય કણોમાંથી તૈયાર કરાય છે. બ્રાઝીલમાં તેના ત્રીજા તબક્કાના પરિક્ષણની તૈયારી ચાલુ છે.

(12:26 pm IST)