Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજકોટમાં કોરોના રોકાતો નથીઃ આજે પણ ૧૧ દર્દીના ભોગ લઇ લીધાઃ ૦૭ દિવસનો મૃત્યુઆંક થઇ ગયો ૧૦૦

રાજકોટઃ કોરોનાએ કાળ બનવાની પોતાની ગતિ અવિરત રાખી છે. આજે પણ કોરોનાની સારવાર લઇ રહેલા ૧૧ દર્દીઓનો ભોગ લેવાઇ ગયો છે. આ તમામ દર્દીઓ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હતાં. જે દર્દીઓ કોરોનાનો કોળીયો બન્યા છે તેમાં ચતુરભાઇ ગાંડાભાઇ ઉધરેજીયા (ઉ.વ.૬૫-અભેપરા થાન-ચોટીલા), હીરાભાઇ નાથાભાઇ (ઉ.વ.૭૫-નવલનગર રાજકોટ), આકાશભાઇ મનસુખભાઇ મહેતા (ઉ.વ.૩૮-પંચવટી સોસાયટી ગોંડલ), જયંતિભાઇ નટવરલાલ કારેલીયા (ઉ.વ.૭૪-રહે. ભગવતપરા ગોંડલ), હરેશભાઇ સવજીભાઇ ગજેરા (ઉ.વ.૫૬-નગેડીયા તા. વંથલી), હેમતભાઇ કાંતિભાઇ પોપટ (ઉ.વ.૬૫-જુનાગઢ), મંજુબેન શીવાભાઇ રામાણી (ઉ.વ.૫૮-માલિયાસણ રાજકોટ), કાંતિભાઇ રૂડાભાઇ ગાંગાણી (ઉ.વ.૬૧-યોગી પાર્ક-૪, કાલાવડ રોડ રાજકોટ), પ્રભાતભાઇ દેવરાજભાઇ મૈત્રા (ઉ.વ.૬૦-સિલ્વર એવન્યુ, કાલાવડ રોડ રાજકોટ), ધીરજભાઇ રામજીભાઇ ધામેલીયા (મેઘવડ તા. જામકંડોરણા) તથા વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ઠુમ્મર (ઉ.વ.૬૫)નો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને અંતિમવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપાયા હતાં. સાત દિવસનો કુલ મૃત્યુઆંક ૧૦૦ થઇ ગયો છે.

(11:56 am IST)