Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમિતભાઈએ ટ્વીટ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી: લોકોને સ્વદેશી વસ્તુઓ ઉપર ભાર મુકવા અપીલ

નવી દિલ્હી: દેશમાં આજે ૭૪માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવતા વીરોને વંદન કર્યા હતા અને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે

સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મુકવા આગ્રહ કરવાની સાથે સ્વતંત્રતા સેનાનીઓના ભારતનું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પૂરુ કરી રહ્યા હોવાનું જણાવેલ.

તેમણે પોતાના ટ્વીટર પર શુભકામના સંદેશમાં લખ્યું હતુ કે સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે તેઓ તમામ સ્વતંત્રતા સેનાનીઓના ચરણમાં કોટિ કોટી વંદન સમર્પિત કરે છે. જેમણે પોતાના પરાક્રમ અને બલિદાનથી દેશને આઝાદી અપાવી છે. આ સાથે તેણે વીરોને યાદ કર્યા હતા. જેમણે આઝાદી બાદ દેશની એકતા, અખંડિતા અને સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધુ હતુ.

બીજા ટ્વીટમાં ગૃહમંત્રીએ લખ્યું હતું કે દેશના સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદી બાદ જે ભારતનું સપનું જોયું હતુ. તેને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પૂરુ કરી રહ્યા છે. તેમણે વંચિત વર્ગની મૂળભૂત સુવિધાઓનું ધ્યાન રાખ્યુ છે. ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે.

(11:13 am IST)