Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું : સેનાનો જડબાતોડ જવાબ ;પાકિસ્તાનના ત્રણ જવાન ઠાર

પૂંછમાં કેજી સેક્ટર, ઉરી અને રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન

સ્વાતંત્રતા દિવસે પણ પાકિસ્તાન પોતાની કરતૂતો દેખાડી રહ્યું છે. પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરમાં ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ત્રણ જવાન ઠાર મરાયા છે. માર્યા ગયેલા પાકિસ્તાની જવાનોના નામ નાઇક તનવીર, સેપોએ રમઝાન અને નાઈક તૈમૂર છે.

જમ્મૂ કાશ્મીરના પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ સિવાય ઉરી અને રાજૌરીમાં પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ પાકિસ્તાની જવાન માર્યા ગયા. ત્યારે સીઝફાયર ઉલ્લંઘનમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેના પર ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. આ પહેલા પણ પાકિસ્તાન અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.

(8:14 pm IST)
  • બનાસકાંઠા, ધાનેરામાં ધોધમાર વરસાદ : સાબરકાંઠા તથા નડીયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ access_time 6:46 pm IST

  • અમદાવાદ-રાજકોટ હાઇવે પર ડોળીયા બાઉન્ડરીથી સાયલા અને લીબડી તરફ બેફામ જોરદાર વરસાદ ચાલુ :સાંજે 4-30 વાગ્યે હાઇવે પર અનરાધાર વરસાદ access_time 5:09 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST