Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

યોગી સરકારની સખ્તાઈથી બકરીઈદનાં બીજા દિવસે પણ ઉંટની કુરબાની આપી શક્યા નહીં

બકરીઈદનાં બીજા દિવસે અને ત્રીજા દિવસે મળીને કુલ પાંચ ઉંટોની કુરબાની અપાય છે

વારાણસી :કુરબાનીના પર્વ બકરીઈદનાં બીજા દિવસે મદનપુરા,સાલેમપુરામાં ઉંટની કુરબાની આપી શકાય નથી જિલ્લા વહીવટી તંત્રની સખ્તાઈથી કુરબાની માટે લવાયેલા ઉંટોને રામનગર સારવાર કેન્દ્રમાં મોકલી દેવાયા છે વારાણસીમાં બકરીઈદનાં બીજા દિવસે અને ત્રીજા દિવસે મળીને કુલ પાંચ ઉંટોની કુરબાની અપાય છે

  પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (પેટા )ની પહેલ પર પ્રદેશ શાસનએ ગત વર્ષે જ કુરબાની પર રોક લગાવી હતી આમ છતાં ગત વર્ષે ઉંટની કુરબાની બાદ જિલ્લા વહીવટી તંત્રે સખત વલણ અપનાવ્યું હતું અને બે દિવસ પહેલા જ ઉંટોની કુરબાની સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ઉંટની કુરબાની નહીં થઇ શકતા સમુદાયના લોકોમાં નરાજગી જોવાઈ હતી 

  અત્રે ઉલ્લેખનીય છે કે મદનપુરા વિસ્તારમાં બકરીઈદનાં બીજા દિવસે ઉંટની કુરબાની બ્રિટિશ કાળથી દેવાઈ છે તેનો હેતુ માણસની અંદરના જાનવરને ખતમ કરવાનો છે આવું કરવાથી તે સારા રસ્તે ચાલે છે અહીં ઉંટની કુરબાની બાદ તેના સાત ભાગ કરાઈ છે જે પરિવાર કુરબાની આપવા ઈચ્છે છે તેની પાસે આ સાત ભાગ રખાય છે ત્યારબાદ વધેલા ભાગને લોકોને વહેંચી દેવાય છે

  વિસ્તારના લોકો મુજબ અરબની તર્જ પર ઉંટની કુરબાની થાય છે બકરીઈદનાં ત્રીજા દિવસે જૈતપુરાના ધાનીપુરા અને અદમપુરાના સાલેમપુરામાં કુલ ત્રણ ઉંટની કુરબાની થાય છે

(6:10 pm IST)