Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

અમદાવાદનાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનું દુખદ અવસાન : તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com/ વેબસાઇટ પર આજે ગુરુવાર સવારે 7 વાગ્યાથી થઈ શકશે : હરિભક્તો શોકમાં ગરકાવ

૧૪ દિવસથી આમદવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : કોરોના મહામારીને પગલે અંતિમ દર્શન ઈંટરનેતના મધ્યમથી થશે

અમદાવાદ : અમદાવાદનાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનું દુખદ અવસાન આજે મોદી સાંજે થયું હોવાનું જાહેર થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com/ વેબસાઇટ પર આજે ગુરુવાર સવારે 7 વાગ્યાથી થઈ શકશે તેમ જાણવા મળે છે. આ સમાચાર સાંભળીને હરિભક્તો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

શહેરનાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના ૭૮ વર્ષીય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું દેહાવસાન અમદાવાદમાં સારવાર દરમિયાન શનિવારે થયું છે. તેઓનાં દેહાવસાનનાં સમાચાર બાદ સમગ્ર સંપ્રદાય, હરિભક્તો-સત્સંગીઓ-ગુરુભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વર્તમાન કોરોના મહામારીને પગલે તેઓનાં દેહાવસાનનાં સમાચાર બાદ હરિભક્તો પણ અંતિમ દર્શન માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ છેલ્લા ૧૪ દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. ગત મંગળવારે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને ફેફસાંની તકલીફ વધવાને કારણે તે વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવ્યા હતા અને ગુરુવારે સ્થિતિ ગંભીર બનતા તેઓને પ્લાઝમા થેરાપીનો બીજો ડોઝ પણ અપાયો હતો અને શુક્રવારે પણ સ્થિતિમાં સુધારો થયો નહોતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ૭૮ વર્ષીય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ૨૮મી જૂનનાં રોજ સ્વાસ્થ્ય નાદુરસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફેફસાંની બીમારી ગંભીર થતાં ડોક્ટરોએ વેન્ટિરલેટર સપોર્ટ અને પ્લાઝમા થેરાપીનો ઉપચાર પણ કર્યો હતો. જોકે, શનિવારે તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત થતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી તરીકે સદ્‌ગુરુ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ નૈરોબી, અમેરિકા અને લંડન સ્થિત હરિભક્તો, સત્સંગીઓમાં પણ શોકની લાગણી ફરી વળી છે.

(1:45 am IST)