Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર ગોલ્ડન ટાઇગરની તસવીરો

કાઝિરંગા નેશનલ પાર્કમાં જોવા મળ્યો ગોલ્ડન ટાઇગરઃ પરંતુ વન વિભાગ માટે આ છે

નવી દિલ્હી, તા.૧૫: સોશિયલ મીડિયા પર હાલમાં એક ગોલ્ડન ટાઇગરની તસવીરો ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ગોલ્ડન ટાઇગરને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ મળી રહ્યો છે. નોંધનીય છે કે, વાઘની આ તસવીરો ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર પ્રવીણ કાસવાનએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરી છે, આ તસવીરોમાં જોઈ શકાય છે કે વાઘને ટૈબી ટાઇગર અને સ્ટ્રોબેરી ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડન ટાઇગરની આ તસવીરો ફોટોગ્રાફર મયુરેશ હેંડરેએ કિલક કરી હતી. આ ગોલ્ડન ટાઇગર કાઝિરંગા નેશનલ પાર્કમાં સ્પોટ થયો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કાસવાને આ તસવીરોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, શું તમે જાણો છો ભારતમાં આપણી પાસે એક ગોલ્ડન ટાઇગર પણ છે. પ્રવીણ કાસવાને શેર કરેલી તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. પ્રવીણ કાસવાન દ્વારા વાઘની તસવીરો શેર કર્યા બાદથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ તસવીરો પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ લખતાં જોવા મળ્યા છે. સાથોસાથ આ તસવીરો પર અત્યાર સુધી બે હજારથી વધુ રિટ્વિટ અને ૧૬ હજારથી વધુ લાઇકસ આવી ચૂકી છે.

પ્રવિણ કાસવાને પોતાના ટ્વિટમાં વધુમાં લખ્યું છે કે આ ખૂબ દુર્લભ જાનવર છે. જેનો સોનેરી રંગ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એક તરફ રોયલ બંગાલ ટાઇગર તો બીજી તરફ ગોલ્ડન ટાઇગર પોતાના શરીર પર ધારદાર લાઇનના કારણે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કાઝિરંગાના નેશનલ પાર્કના રિસર્ચ ઓફિસર રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, નેશનલ પાર્કમાં આવા ચાર ગોલ્ડન ટાઇગર છે. તેમણે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું કે, આ પ્રકારના વાદ્ય મળવા તે ઉજવણી કરવાનો સમય નથી પરંતુ ચિંતાનો વિષય છે. પરંતુ આવા તકલીફવાળા વાદ્યોને અલગ તારવી તેમનું ક્રોસ-બ્રિડિંગ કરાવવાની જરૂર છે.

રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, વાયરલ થયેલી તસવીર એક વાદ્યણની છે અને તે ગર્ભવતી છે હવે અમારે એ જોવાનું છે તે ગોલ્ડન કબને જન્મ આપે છે કે નહીં.

(11:13 am IST)