Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં ફરીથી લોકડાઉનની સ્થિતિ : રેસ્ટોરન્ટ્સ, થીયેટર્સ, મ્યુઝિયમ્સ, જીમ્સ, ચર્ચ, હેર કટિંગ સલૂન સહિતની સુવિધાઓ ઉપર 30 કાઉન્ટીમાં પ્રતિબંધ

ન્યુયોર્ક : ન્યુયોર્ક ગવર્નરે ગઈકાલ સોમવારે જાહેર કર્યા મુજબ રેસ્ટોરન્ટ્સ, થીયેટર્સ, મ્યુઝિયમ્સ, જીમ્સ, ચર્ચ, હેર કટિંગ સલૂન સહિતની સુવિધાઓ ઉપર 30 કાઉન્ટીમાં પ્રતિબંધ મુકવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો કહેર અટકવાને બદલે વધતો જાય છે.જ્યાં સુધી એની રસી ન શોધાય ત્યાં સુધી આ કહેર ચાલુ રહેવાની શક્યતા છે.તેથી સ્ટેટના 30 કાઉન્ટીમાં ઉપરોક્ત  સુવિધાઓ ઉપર પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે.

(1:21 pm IST)