Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

નાથદ્વારામાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે :પૂર્ણિમાએ ઉત્થાપનના દર્શન નહીં ખુલે

ઘરમાં પૃષ્ટ સ્વરૂપની સેવા ક્રમાનુસાર કરી શકાશે

રાજકોટ :અષાઢ સુદ પૂર્ણિમાએ તા;16 અને 17મીએ નાથદ્વારામાં ખંડગ્રાસ ચાંદરગર્હણ દેખાશે,જે વૈષ્ણવોના ઘરમાં પુષ્ટ સ્વરૂપની સેવા બિરાજે છે ટો પણ પોતાના સેવ્ય સ્વરૂપને શીરીજી અને શીનવનિત પ્રભુની સેવા ક્રમાનુસાર સેવા કરી શકશે

  શયનભોગની સખડી ગોમાતાજીને આરોગવામાં આવશે પૂ,ગોસ્વામી તિલકાયતજી 108 શ્રી ઈન્દ્રમનજી (શ્રી રાકેશજી )મહારાજશ્રીની આજ્ઞાનુસાર પૂર્ણિમાએ સેવા ક્રમ આ મુજબ રહેશે જેમાં મંગલા દર્શન સવારે 5-15થી 6-15 સુધી,શૃંગાર દર્શન સવારે 7-15થી જયારે રાજભોગ દર્શન 11-15થી થશે જયારે ઉત્થાપનનો શંખનાદ બપોરે 3-30 વાગ્યે થશે ( ઉત્થાપનના દર્શન નહીં ખુલે ) ભોગ આરતી સાંજે 4-30 વાગ્યાથી અને ગ્રહણ નિમિતે શંખનાદ રાત્રે 12-45 વાગ્યે થશે મંગલા અને ગ્રહણના દર્શન રાત્રે 1,25થી 4-30 વાગ્યા સુધી થશે

  રાજભોગની સેવા બપોરે 12-30 વાગ્યે પહોંચશે,ગ્રહણનો વેઢ સાંજે 4-04 વાગ્યે,ગ્રહણ સ્પર્શ રાત્રે 1,32 મિનિટે અને મધ્ય રાત્રીએ 3,01 મિનિટ અને ગોદાન રાત્રે 3,02 પછી થશે મોક્ષ રાતે 4,-30 વાગ્યા પછી થશે ગ્રહણના મોક્ષ ઉપરાંત શૃંગાલ પછી ગોપીવલ્લભ અને ગ્રહણ પાછળનો ભૉગ સાથે જ ધરવો,તથા નિત્ય પ્રમાણ મુજબ રાજભોગ સુધીની દેવા કરવી તાલ 7મીએ શૃંગાલના દર્શન 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમ વિદ્યા વિભાગ મંદિર મંડળ નાથદ્વારા દ્વારા જાણવાયું છે

(2:12 pm IST)