Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ફુડ કંપનીને કેરી બેગ માટે રૂ. ૯૫ લેવા મોંઘા પડયાઃ ફરિયાદીને રૂ.નવ હજાર ચૂકવવા પડયા

નવી દિલ્હી, તા.૧પઃ ઓનલાઈન મંગાવવામાં આવતી વસ્તુમાં કેરી બેગ માટે અલગથી ૯૫ રુપિયા લેવા એક કંપનીને ખૂબ મોંઘા પડી ગયા હતા અને કંપનીએ તે શુલ્કને સ્થાયી રીતે હટાવવા ઉપરાંત ફરિયાદકર્તાને ૯,૦૦૦ રુપિયાની ચુકવણી પણ કરવી પડી હતી.

ગત એપ્રિલ મહિનામાં દિલ્હીની એક યુવતીએ સ્વિગી એપના માધ્યમથી સબવેમાંથી ખાવાનું ઓર્ડર કર્યું હતું. ખાવાનું લઈને આવેલા યુવકે કેરી બેગ માટે અલગથી ૯૫ રુપિયા માંગ્યા તેથી યુવતીએ કંપનીને ફોન કર્યો હતો અને કંપનીએ તે શુલ્ક કંપનીના નીતિ-નિયમો અનુસારનો ગણાવ્યો હતો.

આખરે તે યુવતીએ દિલ્હી રાજય ગ્રાહક અધિકાર આયોગમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને આયોગે બીજી મેના રોજ સ્વિગી કંપનીને નોટિસ મોકલીને ૧૧ જુલાઈ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબમાં કંપનીએ આયોગને પોતે પોતાની ભૂલ સુધારી લીધી હોવાનું અને કેરી બેગની વધારાની કિંમત વસૂલવાનું બંધ કરી દીધું હોવાનું જણાવ્યું હતું જેથી આયોગના અધ્યક્ષે આ અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

આયોગના કહેવા પ્રમાણે ફરિયાદકર્તાએ વળતરની માંગ નહોતી કરી પરંતુ તેણીએ વકીલની મદદથી બે મહિના સુધી કેસ લડયો હતો માટે તે કેસને લગતો ખર્ચ મેળવવા હકદાર છે. જેથી આયોગના આદેશ પર ઓનલાઈન ઓર્ડર લઈને ખાવાનું પહોંચાડતી કંપનીએ તેને ૯,૦૦૦ રુપિયા ચુકવી આપ્યા હતા.

(10:17 am IST)