Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

આસામમાં પૂરપ્રકોપ :કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ :95 કેમ્પ ડૂબી ગયા :પ્રાણીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વન અધિકારીની રજા કેન્સલ કરી દેવાઈ :વેન વિભઃ દ્વારા શિકારીઓ પર બાજ નજર

ગુવાહાટી: અસમમાં પૂરપ્રકોપમાં કાજીરંગા નેશનલ પાર્ક 70 ટકા પાણીમાં ગરકાવ થયો છે. પુરના પાણીમાં 95 કેમ્પ ડૂબી ગયા છે.વન અધિકારીઓની રજાઓ પણ રદ કરાઈ છે.દુનિયામાં એક શીંગવાળા ગેંડા અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં છે. તેના સિવાય આ પાર્કમાં ચિત્તા અને હાથીઓ પણ છે

 

પુરના કારણે અસમમાં ઘણુ નુકસાન થયું છે. પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે પ્રાણીઓને પાર્કમાં સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે.

   વધુમાં જણાવ્યું કે વન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પર શિકારીઓ પર બાજ નજર રાખી રહ્યું છે. શિકારીઓથી પ્રાણીઓની સુરક્ષાને લઇને પાર્કમાં વાહનોને પણ પાસ આપવામાં આવ્યાં છે. અને રાત્રીના વન સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યાં છે.

(8:43 am IST)