Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વિદેશી હુંડિયામણ ભંડોળમાં ૨૪૮ મિલિયન ડોલરનો કાપ

હુંડિયામણ ભંડોળનો આંક ૪૦૫ અબજ ડોલર : વિદેશી ચલણ સંપત્તિમાં સપ્તાહ દરમિયાન વધારો થયો

મુંબઈ, તા. ૧૫ : દેશના વિદેશી હુંડિયામણ ભંડોળમાં ૨૪૮.૨૦ મિલિયન ડોલર સુધીનો ઘટાડો થઇ ગયો છે. આની સાથે જ છઠ્ઠી જુલાઈના દિવસે રહેલા સપ્તાહમાં આંકડો ૪૦૫.૮૧ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. વિદેશી ચલણ સંપત્તિમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આરબીઆઈના ડેટામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. અગાઉના સપ્તાહમાં વિદેશી હુંડિયામણમાં ૧.૭૬ અબજ ડોલરનો ઘટાડો થયો હતો જેથી આ સંપત્તિ ૪૦૬.૦૬ અબજ ડોલર થઇ ગઇ હતી. વિદેશી હુંડિયામણનો આંકડો ૧૩મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે સપ્તાહમાં ૪૨૬.૦૨૮ની સપાટીએ પહોંચ્યો હતો. આ રેકોર્ડ ઉંચી સપાટી હતી. હુંડિયામણ ભંડોળનો આંકડો ૮મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે પ્રથમ વખત ૪૦૦ અબજ ડોલરના આંકડાને પાર કરી ગયો હતો પરંતુ ત્યારબાદથી તેમાં કોઇ ઉલ્લેખનીય સુધારો થયો નથી. અમેરિકી ડોલરની દ્રષ્ટિએ વિદેશી ચલણ સંપત્તિમાં વધારો નોંધાયો છે. હુંડિયામણમાં યુરો, પાઉન્ડ અને યેન જેવા ચલણો રહેલા છે જ્યારે સોનાના ભંડોળમાં ૩૨૯.૯ મિલિયન ડોલર સુધીનો ઘટાડો નોંધાયો છે. દેશના રિઝર્વ પોઝિશનમાં સુધારો થયો છે.

(8:16 pm IST)