Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

હમાસે ઇઝરાયલ પર ફેંકેલા રોકેટો પછી 2014 બાદ ઇઝરાયલનો હમાસ પર સૌથી મોટો હુમલો: હમાસના ટ્રેનીંગ સેન્‍ટરોનો કચ્‍ચરધાણ

ગાઝા:ઇઝરાયલ દ્વારા હમાસના અનેક સ્થળો પર હુમલાઓ કરવામાં આવ્યા છે. ઇઝરાયલે 2014 બાદ હમાસના ઉગ્રવાદીઓ વિરુદ્ધ સૌથી મોટો હુમલો કર્યો છે. ઉત્તર ગાઝામાં હમાસના ડઝનબંધ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. ઇઝરાયલે કહ્યું છે કે આ હુમલો તેમના પર છોડવામાં આવેલાં 90 જેટલાં રૉકેટ્સના જવાબમાં કરવામાં આવ્યો છે. પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ગાઝા શહેર પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં બે લોકોનાં મોત થયાં છે અને 12 લોકો ઘાયલ થયાં છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે બટાલિયનના મુખ્ય કાર્યાલય અને હમાસ દ્વારા ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી જગ્યાઓને નિશાન બનાવી છે.

વર્ષ 2014માં હમાસ સાથે થયેલી લડાઈ બાદ અત્યારસુધીમાં ઇઝરાયલનું આ સૌથી મોટું અભિયાન છે. જેમાં અનેક સ્થળો પર હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે.

ઇઝરાયલના સુરક્ષાદળો(આઈડીએફ)નું કહેવું છે કે ગાઝામાં હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યાઓ, બેટ લાહિયામાં બટાલિયનનું એક મુખ્યાલય, ઉત્તર ગાઝામાં એક બહુમાળી ઇમારતમાં બનેલા ટ્રેનિંગ કૅમ્પ, હથિયારના ભંડારો અને રૉકેટ લૉન્ચર્સને નિશાન બનાવવામાં આવ્યાં છે.

આઇડીએફે એક ટ્વીટ દ્વારા જાણકારી આપી, "છેલ્લા એક કલાકમાં આઈડીએફના લડાકુ વિમાનોએ ગાઝા પટ્ટીમાં હમાસના ચાર સૈન્ય પરિસરોમાં અનેક ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે."

"આ હવાઈ હુમલાનું કેન્દ્ર બેટ લાહિયામાં હમાસ બટાલિયનનું મુખ્ય કાર્યાલય હતું."

(12:28 pm IST)