Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

હિમાચલ પ્રદેશમાં પ્રવેશવા માટે સેંકડો કારોની લાઇન લાગતા ટ્રાફિક જામ

સાંજે પ થી સવારે પ સુધી કર્ફયુ ચાલુ : કોવિડ-ઇ પાસ જરૂરી

સિમલા, તા. ૧પ : કોરોનાની બીજી લહેર બાદ પ્રતિબંધોમાં છૂટ અપાતા જ લોકો બહાર નીકળવા લાગ્યા છે. હિમાચલ પ્રદેશની એન્ટ્રી પોઇન્ટ સોલન જિલ્લાના પરવાણુ પાસે પણ કારો સહિતના વાહનોની લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. જેના વીડિયો સોશિયલ મીડ્યા પર વાયરલ થવા લાગ્યા છે.

હિમાચલ પ્રદેશની સરકારે રાજ્યમાં પ્રવેશ માટેફરજિયાત કોવિડ-૧૯ આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટનો નિયમ હટાવી લીધો. જેના કારણે રાજ્ય તરફ પ્રવેશતા માર્ગો પર કારોની લાઇનો જોવા મળી રહી છે. કોરોનામાં ઉનાળાથી કંટાળેલા લોકો હિમાચલ તરફ નજર કરી રહ્યા છે.

રાજ્ય સરકારે જો કે અન્ય રાજ્યોના પર્યટકો માટે પોતાની સીમા ખોલી દીધી છે. છતાં તેના માટે હજું પણ કોવિડ ઇ-પાસ ફજિયાત રાખવું પડે છે. છેલ્લા ૩૬ કલાકથી પણ વધુ સમયથી સોલન જિલ્લામાં વાહનોની લાંબી લાઇનો છે. આ સમય દરમિયાન આશરે ૫૦૦૦ વાહનો રાજધાની સિમલામાં પ્રવેશ્યા છે.

સિમલા પોલીસ પ્રવાસીઓને કોવિડના નિયમોનું પાલન કરવા અને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનો આગ્રહ કરી રહી છે. સાથે ચેતવણી પણ આપી રહી છે કે કોવિડના નિયમોનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિમાચલ સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટતા અહીંની સરકારે શુક્રવારથી કરફ્યુમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી હતી. જેમાં પ્રવાસીઓને આરટી-પીસીઆર ટેસ્ટ વિના રાજ્યમાં પ્રવેશનો સમાવેશ થાય છે. જો કે હજુ પણ કેટલાક પ્રતિબંધો સાથે સાંજના ૫થી સવારના ૫ સુધી કરફ્યૂનો અમલ ચાલુ રાખ્યો છે.

(4:08 pm IST)