Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમેરિકા : કોરોના વાયરસ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ થશે

ડિસેમ્બર માસથી શરૂ થશે પ્રોડક્શન : વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે : વેક્સિન ટેબ્લેટ સ્વરૂપમાં રહેશે : અહેવાલ

ન્યુયોર્ક, તા. ૧૫ : અમેરિકામાં કોરોના વાયરસ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. કોરોનાની આ વેક્સિન ઇન્જેક્શન નહીં પરંતુ ટેબ્લેટ સ્વરૂપમાં છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન આ વર્ષના અંતથી શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઇઝરાયલ અને ઈટાલી પણ રસી બનાવવાનો દાવો કરી ચૂક્યા છે. અમેરિકન બાયોટેક કંપની વેક્સાર્ટના મુખ્ય વૈજ્ઞાનિક અને ઇમ્યુનોલોજિસ્ટ ડૉ. સીન ટકર કેલિફોર્નિયાની એક લેબમાં વિવિધ વેક્સિનોનું પરીક્ષણ કરી રહ્યા છે. જેમાંથી કેટલીક જુલાઈના પ્રારંભમાં હ્યુમન ટ્રાયલના તબક્કામાં પ્રવેશ કરશે.

            મહત્ત્વની બાબત એ છે કે આ બધી વેક્સિન ઇન્જેક્શનને બદલે ટેબ્લેટના સ્વરૂપમાં હશે ડૉ. ટકરે કહ્યું કે, હું આશા રાખું છું કે, આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં અમે કોરોના વેક્સિનનું મોટાપ્રમાણમાં ઉત્પાદન શરૂ કરી દઈશું. તેમણે વેક્સિનની શોધ માટે અમેરિકન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઓછા બજેટની પણ પ્રશંસા કરી હતી. જાન્યુઆરીથી જ ડૉ. ટકર કોરોના વેક્સિન શોધવા માટે તેમની લેબમાં ૮ સભ્યોની ટીમ સાથે અઠવાડિયાના સાત દિવસ કામ કરે છે. આ વેક્સિન મૃત એન્ડેનોવાયરસથી બનાવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એન્ડેનોવાયરસને કારણે માનવશરીરમાં સામાન્ય શરદી ઉત્પન્ન થાય છે. એન્ડેનોવાયરસ નુકસાનકારક નથી. બાળપણમાં થતી ૧૦ ટકા બીમારીઓમાં આ વાયરસથી થાય છે.

(7:52 pm IST)