Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

નિરવ મોદી ઉપર લગાવેલા આરોપો બેબુનિયાદ

લંડનની કોર્ટમાં હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ અજય થિપ્સેઃ નિરવ મોદીની તરફેણમાં જુબાની આપી

લંડન,તા.૧૫: પીએમબીના કરોડો રૂપિયા લઇને ભાગેલ હિરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી લંડનની કોર્ટમાં ચાલે છે.

સુનાવણી દરમ્યાન કોંગ્રેસમાં જોડાયેલ બોમ્બે અને અલ્હાબાદ હાઇકોર્ટના એક ભૂતપૂર્વ જજ અભય થિપ્સેએ નીરવ મોદીના પક્ષમાં જુબાની આપી છે. ત્યાર પછી દેશના રાજકારણામં ગરમાવો આવી ગયો છે. ભાજપાએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કરતા રાહુલ ગાંધી પર આક્ષેપો કર્યા છે. થિપ્સેએ વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા જુબાની આપીને લંડન કોર્ટને જણાવ્યું કે નીરવ મોદી પર લગાવાયેલા આરોપો ભારતીય કાયદાઓ મુજબના નથી. સીબીઆઇના આરોપો ટકી નહીં શકે.

થિપ્સે ૨૦૧૮માં કોંગ્રેસમાં જોડાયા હતા. ભારત સરકારે નીરવ સામે છેતરપિંડી અને મની લોન્ડ્રીંગ કેસમાં સાબીતી માટેના વધારે દસ્તાવેજો જમા કરાવ્યા હતા. નીરવ  મોદી ભારત પ્રત્યાર્પણ વિરૂધ્ધ કેસ લડી રહ્યો છે.

શતરંજના ગ્રાન્ડ માસ્ટર પ્રવિણ થિપ્સેના ભાઇ અભય થિપ્સેએ કહ્યું કે, ભારતીય કાયદાઓ મુજબ જ્યા સુધી કોઇ સાથે છેતરપીંડી ન થાય ત્યાં સુધી છેતરપિંડી ન કહેવાય.

બેંક અધિકારીઓને લેટર્સ ઓફ અંડર ટેકીંગ બહાર પાડવાનો જે અધિકાર આપવામાં આવ્યા છે. તેને પ્રોપર્ટી ન કહી શકાય અને  તે સંપતિની સાથે સોંપવાનું પણ ન કહી શકાય. એટલે આ વિશ્વાસ તોડવાનો ગુનો ન બની શકે. આ જ અભય થિપ્સેએ ૨૦૧૫માં અભિનેતા સલમાન ખાનને જામીન આપ્યા હતા.

(1:12 pm IST)