Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મોલ, કોમ્પ્લેક્સ ઓડ-ઈવન મુજબ ખોલવાના સહિતના દિલ્હી સરકારે કેન્દ્રને પ્રસ્તાવ આપ્યો

બસો અને મેટ્રો સેવાઓ શરૂ કરવા સૂચનો આપ્યા

નવી દિલ્હી: દિલ્હી સરકારે 17મે બાદ લોકડાઉમાં છૂટછાટ આપવા માટે ગુરુવારે કેન્દ્રને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના કડક પાલનની સાથે બજાર, શોપિંગ કોમ્પ્લેક્સ ખોલવા અને બસો અને મેટ્રો સેવાઓ શરૂ કરવા સૂચનો આપ્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે દિલ્હીમાં નિર્માણ ગતિવિધિઓ શરૂ કરવાના સૂચનો આપ્યા છે. જેના માટે દિલ્હીની અંદર મજૂરોની અવર-જવરને મંજૂરી આપવાની અપીલ કરી છે. આ ઉપરાંત દિલ્હીમાં બજારો, કોમ્પ્લેક્સ અને મોલ ખોલવાની મંજૂરી આપી દેવી જોઈએ. હાલ મોલ અને કોમ્પ્લેક્સમાં બિનજરૂરી વસ્તુઓની દુકાનોને ઓડ-ઈવનના આધારે ખોલી શકાય છે.

તેમણે જણાવ્યું કે, બે સવારી સાથે ટેક્સી સેવાને પણ શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને બસો પણ શરૂ કરવાની મંજૂરી આપવી શકાય છે જેમાં 20-20 લોકો સવાર થઈ શકે.

(1:06 pm IST)