Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વર્લ્ડ બેંકે ભારતની સામાજિક સુરક્ષા માટે 1 બિલિયન ડોલરનું પેકેજ મંજુર કર્યું : વડાપ્રધાન શ્રી મોદીના આત્મનિર્ભર અભિયાનને વધાવ્યું

ન્યુદિલ્હી : કોરોના વાઇરસ મહામારીને ધ્યાને લઇ વર્લ્ડ બેંકે ભારતની સામાજિક સુરક્ષા માટે 1 બિલિયન ડોલરનું પેકેજ મંજુર કર્યું છે.જે અંગે તેણે જણાવ્યા મુજબ આ ફંડથી શહેરી વિસ્તારોના ગરીબ અને પ્રવાસી મજૂરોને તેઓની સામાજિક સુરક્ષામાં રાહત મળશે.તેમજ ભારતને તેની 400 ઉપરાંત સામાજિક સુરક્ષા યોજનાઓને આગળ ધપાવવામાં મદદ મળશે.
વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર જુનેદ અહમદે જણાવ્યું હતું કે કોવિદ -19 ને કારણે ઉભી થઇ શક્તિ સામાજિક અસમાનતા દૂર કરવામાં આ ફંડ ઉપયોગી થશે . તેમણે વડાપ્રધાન શ્રી મોદીના આત્મનિર્ભર અભિયાનને વધાવ્યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)