Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સાઉથના અંડરવર્લ્ડ ડૉન એન મુથપ્પા રાયનું નિધન : મગજના કેન્સરથી હતો પીડિત : આજે અંતિમ સંસ્કાર

રે વિરુદ્ધ અનેક ગુન્હા : 2002માં સંયુક્ત અરબ અમિરાતથી આવેલ રાયે 'જય કર્ણાટક'ની પણ સ્થાપના કરી હતી: ફિલ્મોમાં પણ કામ કર્યું હતું

નવી દિલ્હી : સાઉથના અંડરવર્લ્ડના ડૉન રહેલો એન મુથપ્પા રાયનું એક ખાનગી હોસ્પિટલમાં કેન્સરના કારણે મોત થયુ છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર 68 વર્ષિય રાય છેલ્લા એક વર્ષથી મગજના કેન્સરથી પીડિત હતો અને તેને મણિપાલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જેનું મોડી રાતે 2.30 કલાકે મોત થયુ છે. રાયના બે દિકરા પણ છે.

દક્ષિણ કન્નડના પુતૂર શહેરમાં તુલુ ભાષી બન્ત પરિવારમાં જન્મેલા રાય ઘણી નાની ઉંમરમાં જ ગુનાહિત દુનિયામાં પ્રવેશ કર્યો હતો. કર્ણાટક પોલીસે રાય વિરુદ્ધ હત્યા અને ષડયંત્ર રચવાના આઠ કેસમાં ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યુ છે. 2002માં રાયને સંયુક્ત અરબ અમીરાતથી ભારત લાવવામાં આવ્યો હતો.

પોતાના જીવનને સુધારવા માટે રાયે એક પરમાર્થ સંગઠન 'જય કર્ણાટક'ની પણ સ્થાપના કરી હતી. રાયે 2011માં તુલુ ફિલ્મ કાંચિલ્ડા બાલે અને 2012માં કન્નડ ફિલ્મ કટારી વીરા સુરસુંદરંગીમાં અભિનય પણ કર્યો છે. બોલિવૂડ નિર્દેશક રામગોપાલ વર્મા રાયના જીવન પર એક ફિલ્મ પણ બનાવવા માગતા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે રાયના અંતિમ સંસ્કાર સંભવત શુક્રવારના રોજ બિદાદીમાં કરવામાં આવશે.

(11:32 am IST)