Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

બંગાળમાં જેમની મૂર્તિ તૂટી તે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્‍વાતંત્ર્ય સેનાની હતા

નવી દિલ્હીઃ કોલકાતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન જે હિંસા ફેલાઈ હતી એ દરમિયાન અહીંની કોલેજના પરિસરમાં આવેલી મહાન દાર્શનિક, સમાજ સુધારક અને લેખક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી. આ પ્રતિમા તોડી નખાયા બાદ ટીએમસી અને ભાજપ બંને એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

તૃણમુલ કોંગ્રેસે ભાજપ પર પ્રતિમા તોડવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની ટ્વીટર એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો બદલીને ઈશ્વરચંદ્ર વિદ્યાસગરના ફોટાને નવો પ્રોફાઈલ ફોટો બનાવી લીધો છે. જોકે, અમિત શાહે પત્રકાર પરિષદમાં ટીએમસીના આ તમામ આરોપોને ખોટા ઠેરવીને કેટલાક સવાલ ઉઠાવ્યા છે.

સમાજ સુધારક, દાર્શનિક અને લેખક ઈશ્વરચંદ્ર વિદ્યાસગર

જન્મઃ 26 સપ્ટેમ્બર, 1820, કોલકાતા

પરિવારઃ પશ્ચિમ બંગાળના મેદનીપુર જિલ્લાના ગરીબ પરંતુ ધાર્મિક પરિવારમાં જન્મ.

બાળપણનું નામઃ ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય

ઉપનામઃ વિદ્યાસગર (અભ્યાસમાં અત્યંત વિદ્વાન હોવાને કારણે આ ઉપનામ મળ્યું)

અભ્યાસઃ પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું પછી પિતા સાથે કોલકાતા આવ્યા.

અભ્યાસમાં નિપુણ હોવાને લીધે અનેક સંસ્થાઓ પાસેથી શિષ્યવૃત્તિ મળી હતી.

તેઓ એક જાણીતા સમાજ સુધારક, શિક્ષણ શાસ્ત્રી અને સ્વતંત્રતા સેનાની હતા.

ગરીબ અને દલિતોના હિત સંરક્ષક હતા.

સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, બાળ લગ્ન સામે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે અવાજ ઉઠાવ્યો હતો.

તેમના પ્રયાસોને કારણે જ 1856માં વિધવા પુનર્લગ્ન કાયદો પસાર થયો.

તેમણે પોતાના એકના એક પુત્રના લગ્ન પણ એક વિધવા સાથે કરાવ્યા હતા.

સ્ત્રી શિક્ષણ માટે પ્રયાસ

તેમણે બાળકીઓને શિક્ષણ માટે પણ ભરપૂર પ્રયાસ કર્યા હતા.

તેમણે કુલ 35 શાળાઓની સ્થાપના કરી.

રાજા રામમોહન રાયના ઉત્તરાધિકારી

એક સુધારક તરીકે તેમને રાજા રામમોહન રાયના ઉત્તરાધિકારી માનવામાં આવે છે.

નૈતિક મૂલ્યોના સંરક્ષણ અને શિક્ષણશાસ્ત્રી વિદ્યાસાગરનું માનવું હતું કે, અંગ્રેજી અને સંસ્કૃતનો સમન્વય કરીને ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાઓના શ્રેષ્ઠને પ્રાપ્ત કરી શકાય છે.

(5:46 pm IST)
  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST

  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST