Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં યાત્રીઓ ભરેલી હોળી ડૂબતા 23 લોકો લાપતા

રાજમુંદરી જિલ્લામાં 40 મુસાફરોને લઇ જતી હોડી તૂટી પડી :17 લોકોને બચાવી લેવાયા

 

આંધ્રપ્રદેશમાં યાત્રિઓથી ભરેલ એક હોડી ગોદાવરી નદીમાં ડૂબતા 23 લોકો ગુમ થઈ ગયા છે મળતી વિગત મુજબ આજે સાંજે આંધ્રપ્રદેશનાં રાજમુંદરી જિલ્લામાં 40 મુસાફરોને લઇ જઇ રહેલ એક બોટ ગોદાવરી નદીમાં તૂટી ગઈ છે, જેનાં પછી તેમાં સવાર 23 લોકો ગુમ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

   એવું કહેવામાં આવે છે કે ગોદાવરી નદીમાં ડૂબી ગયેલી હોડી પોલીવરામ વિસ્તારથી આશરે 40 મુસાફરોને લઇ જઇ રહી હતી. તે સમયે એકાએક 23 લોકો અકસ્માતને કારણે ગુમ થઇ ગયાં. જ્યારે સ્થાનિક લોકો અને ખલાસીઓની મદદથી બાદમાં 17 લોકોને તો બચાવી લેવામાં આવ્યાં હતાં. બનાવની માહિતી મળ્યાં બાદ રાજમંદુરીનાં તમામ અધિકારીઓ અને રાહત ટીમ ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવી હતી.

(12:03 am IST)