Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કર્ણાટકમાં ચૂંટણી.......

અગાઉ કરતા ભાજપનો સારો દેખાવ

        બેંગ્લોર, તા.૧૫ : જેની રાજકીય વર્તુળો અને કારોબારીઓમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ રહ્યો હતો પરંતુ ભાજપ બહુમતિથી થોડાક જ અંતરે રહી ગયા બાદ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં પાર્ટી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં રાજકીય ગઠબંધન માટે કાવાદાવા શરૂ થયા હતા. બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે કોઇપણ પાર્ટીને ૧૧૨ સીટની જરૂર હતી. એક વખતે પાર્ટીએ ૧૧૨નો બહુમતિનો આંકડો પાર કરીને ૧૨૧ સીટ સુધી લીડ મેળવી હતી પરંતુ છેલ્લે તેની લીડમાં ઘટાડો થયો હતો. કર્ણાટકમાં ૨૦૧૮ના ચૂંટણી પરિણામ અને ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ તેમજ વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામ નીચે મુજ છે.

વિધાનસભાની ચૂંટણી ૨૦૧૮

કર્ણાટકમાં કુલ સીટ........................................ ૨૨૪

ચૂંટણી યોજાઇ હતી........................................ ૨૨૨

બહુમતિ માટે જરૂરી આંકડો............................. ૧૧૩

કોંગ્રેસ પાર્ટીને સીટ........................................... ૭૫

જેડીએસને સીટ................................................. ૩૯

ભાજપને સીટો................................................ ૧૦૬

અન્યોને સીટો................................................... ૦૨

વિધાનસભાની ચૂંટણી ૨૦૧૩

કર્ણાટકમાં કુલ સીટ........................................ ૨૨૪

ચૂંટણી યોજાઇ હતી........................................ ૨૨૪

કોંગ્રેસને સીટો મળી હતી................................. ૧૨૨

જેડીએસની સીટો મળી હતી............................... ૪૦

ભાજપને સીટો મળી હતી................................... ૪૦

અન્યોને સીટો મળી હતી................................... ૨૨

લોકસભાની ચૂંટણી ૨૦૧૪

કર્ણાટકમાં કુલ સીટ.......................................... ૨૮

કોંગ્રેસને સીટો મળી........................................... ૦૯

ભાજપને સીટો મળી.......................................... ૧૭

જેડીએસને સીટો મળી   ૦૨

(7:47 pm IST)