Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

લિંગાયત સંદર્ભે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ફ્લોપ રહ્યો

લિંગાયત સમુદાયના લોકો ભાજપની સાથે રહ્યા : અન્ય હિન્દુ સમુદાયના લોકો કોંગ્રેસના આ સ્ટ્રોકને હિન્દુ વિભાજનની નીતિ તરીકે ગણીને તેનાથી દૂર થયા : રિપોર્ટ

બેંગલોર,તા. ૧૫ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સત્તા જાળવી રાખવા માટે લિંગાયત કાર્ડ રમ્યું હતું પરંતુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું લિંગાયત કાર્ડ ઉપર લોકોએ વિશ્વાસ કર્યો નથી. કર્ણાટક ચૂંટણીમાં ભાજપની જીતથી કોંગ્રેસ અને જેડીએસને એકબાજુ ફટકો પડ્યો છે. તેમના માટે પણ કેટલીક બાબત પરેશાની કરવા વાળી છે. કોંગ્રેસમાં સિદ્ધરમૈયા સરકારે ચૂંટણી પહેલા લિંગાયત સમુદાયને લઘુમતિનો દરજ્જો આપવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. એમ માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપના પરંપરાગત મતને હાસલ કરવા માટે લિંગાયતોનો મોટો હિસ્સો કોંગ્રેસની તરફેણમાં આવશે અને ભાજપને મોટો ફટકો પડશે પરંતુ સિદ્ધારમૈયાના માસ્ટર સ્ટ્રોકની કોઇ અસર દેખાઈ નથી. લિંગાયત સમુદાયના લોકો ભાજપની સાથે રહ્યા હોવાના અહેવાલને સમર્થન મળ્યુંછે. પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ચોંકી ગયા છે. લિંગાયત સમુદાયના લોકો ભાજપની સાથે દેખાયા છે. અન્ય સમુદાયના લોકો પણ ભાજપની તરફેણમાં દેખાયા છે. રાજકીય જાણકાર લોકોનું કહેવું છે કે, લિંગાયતમાં કોંગ્રેસ ગાબડા પાડવામાં નિષ્ફળ રહી છે. આના માટે કેટલાક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. લિંગાયત સમુદાયના લોકો ભાજપના મત તરીકે રહ્યા છે. કર્ણાટકની રાજનીતિમાં જાણકાર લોકોનુ ંકહેવું છે કે, લઘુમતિ દરજ્જો આપવાનો ફાયદો સીધીરીતે લિંગાયત સમુદાય સાથે જોડાયેલા ટ્રસ્ટને થયો હતો. આનાથી પોતાની સંસ્થાઓને ચલાવવામાં તેમને મળી શકી હોત પરંતુ સામાન્ય લોકો આને વધારે મોટા ફાયદા તરીકે જોઈ રહ્યા ન હતા. આવી સ્થિતિમાં યેદીયુરપ્પાને જીતાડવા માટે સમુદાયના લોકો લાગી ગયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના આ કાર્ડથી લિંગાયત સમુદાયના લોકો તેમની સાથે આવ્યા ન હતા બલ્કે અન્ય હિન્દુ સમુદાયના લોકો કોંગ્રેસથી દૂર જતા રહ્યા હતા. બીજા સમુદાયના હિન્દુ લોકોએ આને વિભાજનની રાજનીતિ તરીકે ગણી હતી અને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો હતો.  ભાજપ આ એંગલથી પણ લાભ ઉઠાવવામાં સફળ રહ્યો છે. હિન્દુ સમાજને વિભાજિત કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આની અસર પ્રચારમાં પણ દેખાઈ હતી. દલિત સમુદાયના બહુમતિવાળા વિસ્તારમાં ભાજપને ઘણી સીટો પર સીધો ફાયદો થયો છે.

(7:42 pm IST)