Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાજપ ઇવીઅેમ નહીં પરંતુ બેલેટ પેપર ઉપર ચૂંટણી લડી બતાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાયઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

મુંબઇઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો અનેક સીટો ઉપર વિજય થતા શિવસેનાઅે ઇવીઅેમ ઉપર નિશાન ટાંક્યુ હતું અને ભાજપ ઇવીઅેમના બદલે બેલેટ પેપર ઉપર ચૂંટણી લડે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય છે તેમ જણાવ્યું હતું.

કર્ણાટક ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. બહુમત માટે 112 સીટો જરૂરી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા ઈવીએમ મશીન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઈવીએમ મશીન સવાલ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઘ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એકવાર ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી ઈવીએમ પર નહીં, પરંતુ બેલેટ પેપર ઘ્વારા ઈલેક્શન લડે. તેનાથી બધી જ અફવાહો દૂર થઇ જશે.

કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, હું શરૂઆત થી કહી રહ્યો છું, એવી કોઈ જ પાર્ટી નથી જેને ઈવીએમ પર સવાલ ના ઉઠાવ્યા હોય. તેમને બીજેપી પર નિશાનો સાધતા જણાવ્યું કે બીજેપી ઘ્વારા પર પહેલા ઈવીએમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હવે જયારે બધા જ પક્ષો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો બીજેપી બેલેટ પેપર ઘ્વારા ઈલેક્શન કરાવવા માટે પક્ષમાં કેમ નથી?

ઈવીએમ સવાલ પર સુબ્રમણ્યમ સ્વામી પહેલા તો જોરથી હસવા લાગ્યા. તેમને કહ્યું કે કોંગ્રેસ જયારે જીતે છે ત્યારે તેમને ઈવીએમ મશીનમાં ખામી નથી દેખાતી. પરંતુ જયારે તેઓ હારે છે ત્યારે તેમને ઈવીએમ મશીનમાં ગરબડી દેખાય છે.

(7:09 pm IST)