Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગણત્રીના દિવસોમાં આંધી-તોફાને છ રાજ્યોમાં ૯૪ જીવ લીધા !!

મે ના પ્રથમ બે સપ્તાહમાં ૨૨૩ જ્યારે એપ્રિલમાં ૫૫ લોકો મોતને ભેટયા

નવી દિલ્હી, તા. ૧૫ :. દેશમાં આવેલ આંધીના કારણે એપ્રિલ-૧૧થી અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયેલ છે. રવિવારથી અત્યાર સુધીમાં ૬ રાજ્યોમાં આંધીના કારણે ૯૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. જે એપ્રિલથી ગણવામાં આવે તો ૨૭૮ ઉપર પહોંચી ગયેલ છે.

મે ના પહેલા બે સપ્તાહમાં ૨૨૩ જ્યારે એપ્રિલમાં ૫૫ લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે આંધીના કારણે ૧૯૭ જ્યારે ૨૦૧૬માં ૨૬૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉપરોકત આંકડાઓ ટીઓઆઈ અને ઈન્ડીયા મેટેવ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટમાંથી આપવામાં આવેલ છે.

મેટ ડીપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ સપ્તાહમાં ઉતર ભારતમા આવેલ આંધી આંકડા અને નુકશાનની દ્રષ્ટિએ અસામાન્ય છે. હાલની પવનની જે પરિસ્થિતિ છે તે મોટાભાગે શિયાળાના મહીનાઓમાં હોય તેવી છે.

ચોમાસાની ઋતુ સિવાય ઉત્તર ભારતમાં વરસાદ અને આંધી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ઉદભવે છે, જે દરીયા તરફથી આવેલા પવનોના કારણે થાય છે. શ્રી એમ. મોહપાત્ર, ડાયરેકટર જનરલ આઈએમડીના કહેવા અનુસાર આ વર્ષે આપણે શિયાળામાં આવતા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉનાળામાં જોઈ રહ્યા છીએ. એપ્રિલ-મે માં ૧૦ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉદભવ્યા છે જ્યારે સામાન્ય રીતે આ સમયમાં તે ૩ થી ૪ હોય છે.

શીયાળામાં આનાથી ઉલ્ટી પેટર્ન હતી એટલે કે સામાન્ય રીતે સાતની જગ્યાએ આ વર્ષે જ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હતા. ડીસેમ્બરમાં બીજા નંબરના સૌથી વધારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હોય તેના બદલે ફકત એક જ હતુ. ફેબ્રુઆરીમાં ૬ ની જગ્યાએ ૫ હતા. તેથી દેશમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૩૩ ટકા વરસાદ પડયો હતો. મોહ પાત્રના કહેવા અનુસાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સંખ્યા મહત્વની નથી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કેટલી અસર કરે છે. તે તેની જગ્યા અને તીવ્રતા ઉપર આધારીત છે. શિયાળામાં ઉત્તર ભારતમાં ઉદભવતા મોટા ભાગના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મોટાભાગે જમ્મુ કાશ્મીરને અસર કરે છે. છેલ્લા પાંચ સપ્તાહમાં સાચી દિશા અને તીવ્રતા લઈને આવેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સે વધુ અસર કરેલ છે.

આમ થવાનું સાચુ કારણ નક્કી નથી પણ મોટાભાગે વાતાવરણને કારણે થાય છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની શરૂઆત દક્ષિણ યુરોપથી થાય છે અને એટલે જ એટલાટીંક મહાસાગર તેના માટે અગત્યનો બની રહે છે.

શ્રી મહાપાત્રના જણાવ્યા અનુસાર આના કારણોનો અભ્યાસ કરવો જરૂરી છે. એક અન્ય મુદ્દો પણ આમા આવે છે જે છે ઉત્તર એટલાન્ટીકના પ્રવાહો જે હાલમાં પોઝીટીવ છે.

(4:20 pm IST)