Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ડોલર સામે રૂપિયામાં ઝડપી ઘટાડો :17 પૈસા તૂટીને ખુલ્યો : રૂપિયો 16 મહિનાના તળિયે :બે દિવસમાં 36 પૈસા તૂટ્યો

આર્થિક મોરચે નિરાશાજનક ચિત્ર ,ક્રૂડના વધતા ભાવ અને ફુગાવો વધવાની ભીતિ

નવી દિલ્હી :ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઝડપથી ઘટાડો થઇ રહયો છે આજે શરૂઆતે રૂપિયો વધુ ૧૭ પૈસા તૂટી ૬૭.૬૮ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૭.૫૧ના મથાળે બંધ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગઇ કાલે પણ રૂપિયો ૧૯ પૈસા તૂટ્યો હતો. આમ, બે દિવસમાં રૂપિયો ૩૬ પૈસા તૂટી ચૂક્યો છે. રૂપિયો ૧૬ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યો છે.

  જાણકારોના જણાવ્યા પ્રમાણે આર્થિક મોરચે નિરાશાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. એક બાજુ ક્રૂડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

   દેશમાં ફુગાવો વધવાની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. નોંધનીય છે કે માર્ચ મહિનાના ફુગાવાના ડેટા ૪.૨૮ ટકાની સામે ગઇ કાલે જાહેર થયેલ એપ્રિલ મહિનાના ફુગાવાના ડેટા વધીને ૪.૫૨ ટકાની સપાટીએ આવતા તેની પણ નેગેટિવ અસર જોવા મળી હતી. જેના કારણે ઓઇલ કંપનીઓના ડોલર ખરીદીના વધતાં આકર્ષણના પગલે રૂપિયામાં તોફાની ઘટાડાની ચાલ જોવા મળી હતી.

 

(1:24 pm IST)