Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાનનો યુદ્ધ વિરામ ભંગ :ભારતીય ચોકીઓને નિશાન બનાવી :બીએસએફનો એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના સાંબા સેકટરમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનો ફરી એક વખત ભંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરતાં બીએસએફના જવાન દેવેન્દ્રકુમાર શહીદ થયા છે.

   સીઝ ફાયર દરમિયાન ક્રોસ ફાયરિંગનો બીએસએફનો એક જવાન શહીદ થતાં ભારતીય સેેનાએ પણ પાક. રેન્જર્સના ગોળીબારનો સજ્જડ જવાબ આપ્યો હતો. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની રેન્જરોએ સાંબા સેકટરમાં યુદ્ધ વિરામનો ભંગ કરીને ભારતીય વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે.

(12:52 pm IST)