Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આરએસએસના લોકો લગ્ન નથી કરતા એટલા માટે રેપની ઘટનાઓમાં તેમનો હાથ ખૂબ જ મહત્વનો હોય છેઃ મધ્યપ્રદેશના કોંગી નેતાનું વિવાદસ્પદ નિવેદન

હોશંગાબાદઃ મધ્યપ્રદેશના કોંગી નેતાએ આરએસએસ સામે દુષ્‍કર્મ મુદ્દે વિવાદાસ્‍પદ નિવેદન કરતા ભારે ચર્ચા જાગી છે. પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલે RSSને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ પ્રહાર કરતા કહ્યું હતું કે,"રાજ્યમાં થઇ રહેલ રેપની મોટે ભાગની ઘટનાઓમાં ભાજપનાં નેતા અને RSSનાં લોકો વિરૂદ્ધ ફરિયાદ વધારે દાખલ થતી હોય છે."

અગ્રવાલે જણાવ્યું કે RSSનાં લોકો લગ્ન નથી કરતા એટલાં માટે રેપની ઘટનાઓમાં તેઓનો હાથ ખૂબ જ મહત્વનો હોય છે. તેઓએ શિવરાજનાં "14 વર્ષ બેમિસાલ" પર સવાલ કરતા કહ્યું કે પ્રદેશમાં 2/3 બહુમતથી કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે.

અગ્રવાલે જણાવ્યું કે નર્મદા નદીથી સીએમ શિવરાજનાં પરિવારનાં લોકો જ અવૈદ્ય રેતનું ખાણકામ કરી રહેલ છે અને ત્યારે જ પ્રદેશભરમાં ખનન થઇ રહ્યું છે.

સીએમનાં દીકરા દ્વારા દૂધનાં વેપારને લઇને અગ્રવાલે કહ્યું કે વિદિશામાં સીએમએ બગીચો બનાવેલ છે કે જ્યાં વિદેશમાંથી ગાયો લાવવામાં આવેલી છે અને તેમનો દીકરો દૂધ વેચી રહેલ છે. સીએમનો દીકરો હોવાંને કારણે લોકો 65 રૂપિયા લીટર દૂધ ખરીદી રહ્યાં છે તો શું તે બરાબર છે.

(6:35 pm IST)